તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પ્રેમીના મિત્રના સ્થાને બીજા કોઇ યુવકને ફટાકાર્યો..

પ્રેમીના મિત્રના સ્થાને બીજા કોઇ યુવકને ફટાકાર્યો..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બદલપુરમાં 3 યુવકને થાંભલે બાંધીને ઢોર માર મરાયો

આરોપીઓ સમાધાનનું કહેવા છતાં યુવકે ચારેય સામે ફરિયાદ નોંધાવી

બદલ(ા)પુરમાં કાયદાની જાહેરમાં નિલામી..

બોરસદતાલુકાના બદલપુરમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના મામલે યુવતીના પરિવારજનોએ ત્રણ યુવકોને જાહેરમાં થાંભલે બાંધીને માર માર્યો હતો. જેમાં ભળતા નામ સાથેના એક યુવકને બેરહેમીપૂર્વક માર મારતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અંગે ખંભાતના હરીપુરા ખાતે રહેતા જયદીપસિંહ સોલંકીએ વાત કરતા જણાવ્યું હતું કે, તેનું બીજું નામ ભગો છે. ખંભાતના જલુંધની યુવતી સાથેના પ્રેમ પ્રકરણ અને ભગાડી જવાને લઈને બે યુવકો દિલીપ અને શિવને યુવતીના પરિવારજન શૈલેષ ગોહિલ, રાજેન્દ્ર ગોહિલ, મોહન પરમાર, બળવંત પરમાર બદલપુરના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં બંને જણાને ઝાડ સાથે લટકાવીને માર માર્યો હતો. યુવતીને ભગાડી જવામાં અન્ય ક્યો યુવક હતો તે પૂછતાં તેમણે ભગો નામનો છોકરો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી જયદીપસિંહ ઉર્ફે ભગો બદલપુરમાં આવેલી સ્ટેશનરી દુકાને બેઠો હતો ત્યારે સવારે બે શખ્સે તેને તારૂં કામ છે તેમ જણાવી સીમમાં આવેલા ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં ચારેય આરોપીઓએ ભેગા મળીને ત્રણેય યુવકને ઢસડીને ગામમાં લઈ જઇ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ભળતા નામ સાથે જયદીપસિંહને લઈ જઈ માર મારવાને પગલે યુવકે ફરિયાદ કરી છે.

કરે કોઇ ’ને ભોગવે કોઇ|યુવતી ભગાડી જવાની દાઝ રાખીને પરિવારજને ત્રણ જણને પકડી જાહેરમાં ફટકાર્યા

^ ભળતા નામ સાથે યુવકને ખેતરમાં બોલાવી માર મારવાના મામલે આરોપીઓને ભૂલ સમજાઈ હતી. તેમણે યુવકની માફી માંગી હતી અને સમાધાન કરવા માટે પણ કહ્યું હતું. પરંતુ યુવકને ચારેય જણાએ ખૂબ માર માર્યો હતો. એટલે મેં યુવકે આપેલી ફરિયાદને લઈને ચારેય શખ્સની ધરપકડ કરી હતી. જોકે, જામીનપાત્ર ગુનો હોઈ તેમનો છૂટકારો થયો હતો. > એસ.જી.શ્રીપાલ, પીએસઆઈ,વિરસદ પોલીસ સ્ટેશન

યુવતી ભગાડી જવાના કેસમાં ત્રણ શખ્સને ફટકાર્યા તે ઘટનાએ ખરેખર કાયદાની જાહેરમાં લીરેલીરા ઉડાવ્યા છે

ભગાના નામે ‘ભગો’ માર્યો: ભળતા નામના નિર્દોષ યુવકને ઉપાડી લાવી માર મારતા 4 શખ્સ સામે પોલીસ ફરિયાદ

સમગ્ર ઘટનામાં આરોપીઓએ યુવતીને ભગાડી જનારા યુવક ભગાના સ્થાને તેના ભળતા નામના યુવક ‘ભગા’ને પકડી લાવ્યા હતા. અને પ્રેમીના બે મિત્રોની સાથે તેને પણ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જ્યારે ભૂલની જાણ થતાં તેની માફી માંગી હતી, જોકે યુવકે પણ નીડર મિજાજ બતાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...