તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GSTની વેબસાઇટ બંધ:વેપારીઓ પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામડામાંઆવેલી દૂધ સહકારી મંડળીઓનું વાર્ષિક ટર્નઓવરમાં દૂધ અને દાણનું વેચાણ રૂ.20 લાખથી ઓછું હોય પરંતુ અન્ય ચીજો ધી, તેલ અને ચા વગેરેના વેચાણથી કુલ ટર્નઓવર જીએસટી લાગુ પડશે. આવી મંડળીઓ વેટમાં નોંધાયેલ નહીં હોય તો પણ જીએસટીમાં નવું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અમૂલ ડેરી દ્વારા જીએસટી અંગે દૂધ ઉત્પાદકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રસંગે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં આવેલી અમૂલ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ભારતમાં એક રાષ્ટ્ર અેક ટેક્ષનો ગુડ્સ અને સર્વિસ ટેક્ષના કાયદાનું અમલીકરણ 1 લી જુલાઇથી કરવામાં આવનાર છે. જેમાં દૂધ સહકારી સંસ્થાઓ જેવી કે ફેડરેશન દૂધ સંઘો અને દૂધ સહકારી મંડળીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિણામે જીએસટીની મંડળીકક્ષાએ અસર તેમજ સરળતાથી અમલ થઇ શકે તેની માહિતી ગુરુવારે અમૂલ ડેરીમાં યોજાયેલી બેઠકમાં પૂરી પાડવામાં આવી હતી. જેમાં ચેરમેન રામસિંહ પરમાર અને મેનેજિંગ ડિરેકટર ડો.કે.રથ્નમે જણાવ્યું હતું કે જે દૂધ મંડળીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ.20 લાખ કે તેથી ઓછું હોય તો જીએસટી લાગુ પડશે નહીં. તેમજ માત્ર દૂધ અને દાણનું વેચાણ કરે છે તેવી મંડળીઓને જીએસટીમાં રજિસ્ટ્રેશન કરવાવાની જરૂર નથી. પરંતુ દૂધ અને દાણનું વેચાણ કરતાં વાર્ષિક ટર્નઓવર રૂ.20 લાખથી ઓછું હોય પણ ધી, તેલ અને ચા જેવી અન્ય ચીજોના વેચાણથી વાર્ષિક ટર્નઓવર રૂ.20 લાખથી વધુ થતું હોય તો મંડળીને જીએસટી લાગુ પડશે. આવી મંડળીઓ વેટમાં નોંધાયેલ નહીં હોય તો પણ નવું રજિસ્ટ્રેશન જીએસટીમાં કરાવવાનું રહેશે. જે દૂધ સહકારી મંડળી હાલમાં વેટમાં નોંધાયેલી છે તઓએ જીએસટીનો પ્રોવિઝનલ નંબર અને લોગઇન આઇડી જીએસટીએનની સાઇટ ઉપર આપવામાં આવ્યો છે તેના આધારે 15મી જૂન સુધીમાં જીએસટીનો ફાઇનલ નંબર મેળવવાનો રહેશે. આવી તમામ દૂધ મંડળીઓ માટે જીએસટીમાં નોંધણી ફરજિયાત છે. અમૂલ સાથે સંકળાયેલી 1200 ઉપરાંત દૂધ મંડળી પૈકી 840 દૂધ મંડળી વેટમાં નોંધાયેલી છે. જેથી તેઓને જીએસટીના અમલીકરણથી વ્યવસ્થામાં કેવા પ્રકારના ફેરફાર કરવા તેના વિશે માર્ગદર્શન આપ્યુંં હતું.

20 લાખથી વધુ ટર્નઓવર કરતી દૂધ મંડળીને GST લાગુ

જીએસટીમાં માઇગ્રેશન થવા માટે 1લી જૂનથી 15મી જૂન સુધી મુદત લંબાવી છે. જેથી બાકી રહી ગયેલા વેપારીઓ માઈગ્રેટ થઇ શકે. છેલ્લા ત્રણેક દિવસથી ઓનલાઇન એન્ટ્રી થતી નથી અને વેબસાઇટ બંધ બતાવી રહી છે. જેને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમસ્યાના કારણે વેપારીઓના એએનઆર (એપ્લિકેશન રેફરન્સ નંબર) જનરેટ થઇ રહ્યા નથી. હાલ આણંદમાં 300 જેટલા વેપારીને માઇગ્રેશનની કામગીરી બાકી છે.

કઇ ચીજ પર GSTકેટલું રહેશે..

દૂધ,દહીં, લસ્સી અને છાશ પર જીએસટી નહીં લાગે. પરંતુ યુએચટી, ક્રીમ, એસએમપી, અમૂલ્યા, અમૂલ સ્પ્રે, મીઠાઇ અને પનીર પર તેમજ પરીવહકો પર 5 ટકા, બટર, ઘી, ફલેવર્ડ મિલ્ક અને ચીઝ પર 12 ટકા, મીઠાઇમેટ અને આઇસ્ક્રીમ પર તેમજ અન્ય સેવાઓ પર 18 ટકા, ચોકલેટ અને અન્ય તૈયાર કોકોવાળી વસ્તુઅો પર 28 ટકા જીઅેસટી લાગશે.

ટર્નઓવર 20 લાખથી ઓછું હોય તેવી મંડળીને GSTમાં રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે નહીં

અન્ય સમાચારો પણ છે...