તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદની જનતાને સિવિલ સિવાય કાંઇ ખપે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલ ઉપલબ્ધ હોય તો સારવારનો ખર્ચ 50 ટકા ધટે

‘દિવ્યભાસ્કર’ દ્વારા છેલ્લા દસ દિવસથી જિલ્લાની જનતાના હિતમાં સિવિલ વોર હેઠળ સિવિલ હોસ્પિટલ શહેરમાં તાત્કાલિક બનાવવા માટેની ઝુંબેશ ઉપાડી છે. તેને આણંદ જિલ્લાની જનતાનો સારો સાથ સહકાર મળી રહ્યો છે.સમગ્ર જિલ્લામાંથી વાંચકોએ વોટ્સઅપ પર પોતાના પ્રતિભા વ્યકત કર્યા છે.જેમાં સૌ વાંચકોનો એક પ્રતિભાવ આપ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ગંભીર રોગોમાં સરકારની મફત સારવારનો લાભ મળે તેમજ ગરીબ દર્દીઓનું જીવન જોખમમાં ના મુકાય તે માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલનું ખાતમુર્હુત કરવામાં આવે તથા કામચલાઉ ધોરણે આણંદ પાલિકાની હોસ્પિટલમાં સિવિલનુંકામ શરૂ કરવી જોઇએ તેવી માંગ પ્રબળ બની છે.

10 દિવસમાં ‘દિવ્ય ભાસ્કર’ના શહેર અને ગ્રામ્ય વાચકોનો એક પ્રતિભાવ....

^‘જિલ્લામાં સિવિલ હોવાથી મધ્યમ વર્ગના લોકોને કેન્સર અને હદય બિમારીમાં ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. જેના કારણે 2થી 3 લાખનો ખર્ચ થઇ જાય છે.જો સિવિલ હોસ્પિટલ હોય તો કેન્સર જેવા ગંભીર રોગમાં મફત સારવાર મળી રહે તેમજ સમયસર સારવાર મળતાં દર્દીને નવ જીવન મળે તેમ છે.જેથી ખોટો સમય વેડફિયા સિવાય તાકિદે સિવિલ બનાવી જોઇએ.’ > વિજયપટેલ, આણંદ.

રાજકીય કાવાદાવામાં સિવિલ અટવાઇ છે

^‘સિવિલહોસ્પિટલ આણંદમાં બને તે માટે છેલ્લા કેટલાય વર્ષોથી રાજકિય રોટલો શેકાઇ રહ્યો છે.કેટલાંક હિતશત્રુ સિવિલ ના બંને તે માટે રોડા નાંખવાનું કામ કરે છે.ત્યારે રાજકિય નેતાઓએ ગરીબ અને મધ્યમ વર્ગની જનતાના હિતમાં તાત્ત્કાલિક સિવિલ બનાવી જોઇએ.’ > વી.કે.હુંડા,નિવૃતઆચાર્ય, આણંદ.

દર્દીઓખાનગી હોસ્પિ. જવા માટે લાચાર

^‘દિવ્યભાસ્કર દ્વારા જિલ્લાની જનતા માટે ઉપાડેલી સિવિલની ઝુંબેશ બદલ સમગ્ર ટીમનો રૂણી છું.ખરેખર સિવિલ હોવાથી મધ્યમ વર્ગની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેમજ સામાન્ય બિમારીમાં પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલનો નાછુટકે આશરો લેવો પડે છે. તેના કારણે કેટલાય પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાય જાય છે. જેથી સરકારે સિવિલનું કામ શરૂ કરી દેવું જોઇએ તો આગામી ત્રણ વર્ષમાં જનતાને તેનો લાભ મળતો થાય.’> ઝસ્ટીનડી. પરમાર, મ્યુઝીશિયન,આણંદ.

અન્ય સમાચારો પણ છે...