તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • જય જય ગણેશ જય ગણેશ દેવા... માતા સતી પાર્વતી...પિતામહાદેવાની ધૂમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય જય ગણેશ જય ગણેશ દેવા... માતા સતી પાર્વતી...પિતામહાદેવાની ધૂમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જય જય ગણેશ જય ગણેશ દેવા... માતા સતી પાર્વતી...પિતામહાદેવાની ધૂમ સાથે ચરોતર પંથકમાં છેલ્લા 8 દિવસથી દુંદાળા દેવની ભક્તિમાં તરબોળ જાેવા મળે છે. અબાલ-વૃદ્ધ સૌ કોઇ દાદાના ગુણગાન ગાઇને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. જેને લઇને આણંદ, નડિયાદ સહિત ગામે ગામ સાંજ પડતાં શ્રદ્ધાળુઓ શ્રીજીના સ્વરૂપોને નિહાળવા માટે નીકળી પડે છે. તો બીજીબાજુ શહેરના માર્ગો પંડાલો દ્વારા કરવામાં આવેલી રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. ઉપરાંત વિવિધ મંડળો દ્વારા પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ, વૃક્ષ બચાવો ઝુંબેશ, સ્વચ્છ અભિયાન વગેરેની લોકજાગૃતિ કેળવાય તે હેેતુથી અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કેટલાક મંડળો દ્વારા રક્તદાન કેમ્પ તથા ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચરોતરનો ગ્રામ્ય વિસ્તાર પણ ગણેશજીના રંગે રંગાયેલો જોવા મળે છે. આણંદ જિલ્લાના 230 ગામોમાં શ્રીજીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સાથે સાથે ભજન-કિર્તન, રાસ-ગરબાના કાર્યક્રમો યોજવામાં આવે છે. છેલ્લા બે દિવસથી અન્નકૂટોત્સવનો માહોલ છવાયો છે.

સરકારી દવાખાના પાસે,પલાણા

ઓમ ગ્રુપ, બોરસદ

કાશીપુરા કિંગ્સ ગ્રુપ,બોરસદ

મા ફુલબાઇ ગ્રુપ, બોરસદ

સુથાર વાડો, વસો

શિવાંશ ગ્રુપ, આણંદ

જય મહારાજ ગ્રુપ, પણસોરા

સુપર માર્કેટ, પેટલાદ

જીરાવાડ યુવક મંડળ,ભાદરણ

ખોડિયાર યુવક મંડળ, બોરસદ

બ્લોક બુસ્ટર પરિવાર, આણંદ

એમ.કે. ગ્રુપ,આણંદ

મોટી ખડકી, રતનપુરા

લાલ દરવાજા, ઉમરેઠ

નેસ

બ્રહ્મપોળ, ડાકોર

બાપાસીતારામ યુવક મંડળ,ડાકોર

પટેલ નગર, ડાકોર

બાળગણેશ આડી પાવર હાઉસ ખંભાત

દુંદાળા દેવાધિદેવ| એકદન્તં મહાકાયં તપ્તકા જયનસન્નિભમ્ લમ્બોદરં વિશાલાક્ષં વન્દેડ઼હં ગણનાયકમ્ ાા

અંબાલીપુરા (આંકલાવ)

UFC ગ્રુપ,વારાહી ચોક,ઉમરેઠ

દેવપથ, ઉમરેઠ

જુના કુંભારવાડા વિસ્તાર,ડાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો