તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદમાં ~ 48 લાખની લૂંટ તરકટની આશંકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લૂંટ કરવા ટોળકી રિક્ષા લઈને આવે તે શંકાસ્પદ

આણંદ-બોરસદચોકડી પાસે આવેલી વિદ્યાડેરીના જુનિયર ઓફિસર, સિક્યોરીટી મેન સહિત ચાર જણાંને સોમવારે સવારે રિક્ષામાં સવાર થઈને આવેલા ચાર અજાણ્યા યુવકોએ આંતરીને આંખમાં મરચાંની ભુક્કી નાંખી, માર મારી રૂા. 48 લાખ રોકડા અને કાર મળી કુલ રૂા. 49.50 લાખની લૂંટ કરતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાડેરીના કર્મીઓ દૂધના ડિલરો તરફથી મળેલા નાણાં બેંકમાં જમા કરવા જતા હતા સમયે બનાવ બન્યો હતો. બનાવ અંગે આણંદ શહેર પોલીસે લૂંટનો ગુનો નોંધી નાકાબંધી કરી કારના નંબરના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.

આણંદમાં આવેલી વિદ્યાડેરીમાં જુનિયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અજયકુમાર દવે, તેમની શાખામાં ટ્રેનિંગ લેતાં વિદ્યાર્થી શક્તિદાન ગઢવી, સિક્યોરીટી મેન નારાયણ શુક્લા અને ચાલક ધર્મેશભાઈ ચાવડા એમ કુલ ચાર જણાં સોમવારે સવારે 11 કલાકે વિદ્યાડેરીમાંથી બોરસદ ચોકડી તરફ આવવાના રોડ પર ડેરીની કાર લઈને દૂધના ડિલરો તરફથી મળેલા રૂા. 48 લાખ આણંદની ગ્રીડ ચોકડી પર આવેલી એચડીએફસી બેંકમાં જમા કરવા માટે જતા હતા. દરમિયાન સમયે બોરસદ ચોકડી તરફ આવવાના રોડ પર નહેરના ફાટીયા પાસે એક 20 થી 30 વર્ષના યુવકે રસ્તામાં વચ્ચે આવીને કારને આંતરી હતી. કારનો ચાલક કંઈ સમજે વિચારે તે પહેલાં તેની આંખમાં મરચાંની ભુક્કી નાંખી દીધી હતી. વધુમાં અંદર બેઠેલા ડેરીના કર્મીઓને પાછળ ઉભેલી રિક્ષામાં સવાર ત્રણ યુવકોએ કારમાંથી બહાર કાઢી તેમની આંખમાં મરચાંની ભુક્કી નાંખી માર માર્યો હતો. વધુમાં તેમની કાર તેમજ બેંકમાં ભરવાના રોકડા રૂા. 48 લાખ લઈ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે, તેઓ તેમની રિક્ષા ત્યાં બિનવારસી છોડી ગયા હતા. બનાવ સંદર્ભે ઓફિસર અજયકુમાર દવેએ આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર અજાણ્યા યુવકો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભુકીના નિશાન મળ્યાં

તબીબીસૂત્રોના જણાવ્યા અનુસાર, કર્મચારીઓની આંખમાં મરચું મળી આવ્યું નથી. રીતે જૂનિયર ઓફિસર અજયકુમાર દવેના શરીર પર પણ કોઈ ઈજા કે તેની આંખમાં મરચું તપાસમાં મળી આવ્યું નથી. ઉપરાંત સિક્યોરીટીમેન નારાયણ શુક્લાને જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે. પરંતુ શરીરના અન્ય કોઈ ભાગમાં ઈજા જોવા મળી નથી.

લૂંટના ઈતિહાસમાં પ્રથમ વખત એવું જોવા મળ્યું કે, ભરબપોરે લૂંટારૂં ટોળકી રિક્ષા લઈને લૂંટ કરવા આવી હોય. સંભવત પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો એક પ્રિ-પ્લાન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રિક્ષાની ગતિ અન્ય વાહનોની સરખામણીએ ઓછી હોય છે. સામાન્ય રીતે બાઈક લઈને લૂંટ કરવા માટે યુવકો આવતા હોય છે. જ્યાં રિક્ષાને બિનવારસી હાલતમાં છોડી દેવાઈ ત્યાંના સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, એક યુવક માથે કાળો રૂમાલ બાંધીને આવ્યો હતો. અને તેણે હમણાં પાંચ મિનિટમાં આવું છું તેમ કહી તે રિક્ષા મંગળપુરા ખાતે મૂકીને ત્યાંથી તે નાવલી તરફ ફરાર થયો હતો. તે ગુજરાતીમાં બોલ્યો હતો. અર્થાત તે સ્થાનિક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

ધર્મેશ ચાવડા

અજયકુમાર દવે

ગાર્ડ વેપન વિના જાય વાત માન્યમાં આવતી નથી

સામાન્યરીતે બેંકની કેશ લઈને જવાનું હોય કે પછી બેંકમાં કેશ ભરવા જવાનું હોય ત્યારે કોઈ પણ સંસ્થા તેની સાથે ગનમેન રાખતી હોય છે. અગાઉના સમયે પણ લૂંટના બનાવ બન્યા હતા. જેમ કે થોડાં સમય અગાઉ કપડવંજમાં રીતે કેશ લઈને જતા હતા તે સમયે લૂંટારૂં ટોળકીએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમૂલ ડેરીના સિક્યોરીટીમેને જીવની પરવા કર્યા વિના ફાયરીંગ કર્યું હતું. સોમવારે સવારે જે બનાવ બન્યો તેમાં રૂા. 48 લાખ કેશ લઈને જવાનું હતું. છતાં િસક્યોરીટી મેન વેપન લીધા વિના કેમ ગયો તે બાબતે પોલીસ સઘન તપાસ હાથ ધરે તો મામલે ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

રિક્ષામાંનો ગેસ રવિવારે સાંજે ભરાવ્યો હશે

સૂત્રોનાજણાવ્યા અનુસાર, રિક્ષા સીએનજી હતી. વધુમાં તેમાં ગેસ ફૂલ હતો. એટલે કે, રિક્ષામાં સવાર થઈને આવેલા યુવકોએ કાં તો સવારના સમયે અથવા તો રવિવારે સાંજે ગેસ ભરાવ્યો હોય તેવી શંકા પણ હાલ પોલીસ સેવી રહી છે. હાલમાં પોલીસે આણંદ શહેરમાં આવેલા ચાર ગેસ સ્ટેશનો જેમાં બોરસદ ચોકડી, જનતા ચોકડી, સામરખા ચોકડી અને ગાના ગામમાં આવેલા સ્ટેશનોમાં મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. સંભવત તેમાંથી ક્લુ મળ્યા બાદ પોલીસ મંગળવાર બપોર સુધીમાં ગુનાનો ભેદ ઉકેલી દે તેવી સંભાવના પણ જોવાઈ રહી છે.

લૂંટમાં વપરાયેલી રિક્ષામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી દવાઓ, પાપડની થેલી, ધર્મને લગતું સાહિત્ય, નવા ખરીદાયેલા બે રૂમાલ, પાના-પક્કડ મળી આવ્યા હતાં. ઉપરાંત રિક્ષાના બંને સાઈડના કાચ પરથી ફીંગર પ્રિન્ટ મળી આવી છે. રિક્ષાની મૂળ માલિકી ખંભાતના એક રહેવાસીની છે. પરંતુ પોલીસે મામલે તપાસ હાથ ધરતાં તેણે રિક્ષા એક દલાલને વેચી દીધી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે એજન્ટની તપાસ હાથ ધરી છે.

ધર્મને લગતું સાહિત્ય રિક્ષામાંથી મળી આવ્યું

કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરાઈ છે

^હાલમાંચકચારી લૂંટના પગલે આણંદ, વડોદરા, અમદાવાદ પોલીસને જાણ કરી દેવાઈ છે. તમામ જગ્યાએ નાકાબંધી કરી કારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત જે લોકોએ તેમને જોયાં છે અર્થાત ભોગ બનનારની પૂછપરછ કરી તેમના સ્કેચીસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સંભવિત તેઓ જ્યાંથી જઈ શકે તે તમામ જગ્યાના ફૂટેજ મેળવવાની પણ કવાયત હાથ ધરાઈ રહી છે. > સૌરભકુમારસિંઘ, પોલીસવડા, આણંદ.

દસ વર્ષ પહેલાં એક્સપ્રેસ વે પર પ્રકારે ફાયરીંગ કરી રૂા. 46 લાખની લૂંટ નોંધાઈ હતી. 15 ડિસેમ્બર, 2006ના રોજ એક રાષ્ટ્રીયકૃત બેંકના કર્મીઓ વડોદરાની તેમની શાખામાં રૂા. 46 લાખ જમા કરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન એક્સપ્રેસ વે પર તેમની કારને આંતરીને લૂંટ કરાઈ હતી. લૂંટમાં ચાલકને ગંભીર ઈજા થઈ હતી. જેનું અઠવાડિયા બાદ મોત નીપજ્યું હતું. રસપ્રદ બાબત છે કે, હજુ સુધી લૂંટના આરોપીઓ પકડાયા નથી.

દસ વર્ષ અગાઉ એક્સપ્રેસ વે પર 46 લાખની લૂંટ થઈ હતી

વિદ્યાડેરીમાં બે દિવસ દરમિયાન દૂધના ડિલરો તરફથી મળેલી 48 લાખની રકમ ચાર કર્મચારી બેંકમાં જમા કરવા જતા હતા

નાની નહેરના ફાટિયા નજીક 4 અજાણ્યા યુવકો રિક્ષા લઇ ધસી આવ્યાં અને કારને આંતરી કર્મી પર મરચાની ભૂકી છાંટી

ડ્રાઈવરના શર્ટનું બટન 12 ફૂટ દૂરથી મળ્યું

કારમાંસવાર ડેરીના ચારેય કર્મીઓ અને ચારેય અજાણ્યા યુવકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપીમાં ઘટનાસ્થળેથી એક ચપ્પલ તેમજ એક કાળા રંગની ટોપી મળી આવી હતી. ઉપરાંત રોડની વચ્ચોવચ્ચ ઝપાઝપી થયા બાદ ડેરીના ચાલકના શર્ટનું બટન બેથી ત્રણ ફૂટ દૂરથી મળવાને બદલે 12 ફૂટ દૂરથી મળી આવ્યું છે. જે બાબત શંકા પ્રેરે તેવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો