તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand યુવાનોને વ્યસનમુક્ત થઈ પરિશ્રમી બનવાનો અનુરોધ : ડૉ. એન. સી. પટેલ

યુવાનોને વ્યસનમુક્ત થઈ પરિશ્રમી બનવાનો અનુરોધ : ડૉ. એન. સી. પટેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિતે સમગ્ર રાજયમાં નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ નશાબંધી અને આબકારી વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી અને પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય, આણંદના સંયુકત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રો. એ. સી. પંડયા ઓડિટોરિયમ હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો.

નશાબંધી સપ્તાહના પ્રારંભ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. સી. પટેલે નશાબંધી કાયદાના કડક અમલવારીની અગત્યતા સમજાવી ગાંધી જયંતિ પ્રસંગે તૃષ્ણા શબ્દની છણાવટ કરી યુવાનોમાં જે વ્યસનોની તૃષ્ણા જોવા મળી રહી છે તે તૃષ્ણાને ત્યાગવા અનુરોધ કર્યો હતો.ડો. પટેલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનું વહન કરી સમાજના લોકો વ્યસનમુકત બને તે માટે સેમિનાર, પ્રભાતફેરી, શેરી નાટક જેવા કાર્યક્રમો થકી પોતાનું યોગદાન આપે તેમ જણાવી પરિશ્રમી અને સ્વાશ્રયી બનવા અનુરોધ કર્યો હતો.

બ્રહ્માકુમારી જયોત્સનાદીદીએ માનવીને ધાર્મિક અભિગમથી વ્યસનોથી બરબાદ થતાં કેવી રીતે અટકાવી શકે છે તે વિશે સમજ આપી વ્યકિત અને વાણી સ્વાતંત્ર્યતાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ભાર મૂકયો હતો. તેમણે આજનો યુવા વર્ગ એ સમાજનો પાયો છે આથી યુવાનોએ સમાજ માટે દિશાસૂચક બનવું પડશે તેમ જણાવી સમાજમાંથી વ્યસનો દૂર થાય અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે પોતાનું યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નશાબંધી નીતિ અંગે આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં જુદા જુદા વિષયો પર યુવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે આણંદ નશાબંધી અને આબકારીના સબ ઇન્સ્પેકટ એચ. જી. મસાણીએ ઉપસ્થિત તમામને નશામુકત રહેવા અંગેના શપથ લેવડાવ્યા હતા. અને અંતમાં આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...