• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • વિદ્યાનગરમાં ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે નગરપાલિકાના ઠાગાઠૈયા

વિદ્યાનગરમાં ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે નગરપાલિકાના ઠાગાઠૈયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરમોટાબજારમાં ભાથીજી મંદિર સામે સર્વે નં.779વાળી જમીનમાં આવેલ કોમ્પ્લેકસમાં એક ગાદલાની દુકાનમાં માલિકે ગેરકાયદે પહેલા અને બીજા માળે બાંધકામ કર્યુ છે. તેમજ દુકાનની બહાર પણ દાદર નીચે દબાણ કરાઇ છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડે છે. જે અંગે એક અરજદાર છેલ્લા બે વર્ષથી વિદ્યાનગર પાલિકા સહિત કલેકટર કચેરીએ રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

વિદ્યાનગર મોટાબજારમાં સર્વે નં.779 ક/3અને 6વાળી જમીનમાં કોમ્પ્લેકસ આવેલું છે. કોમ્પ્લેકસમાં રાજુભાઈ ઇસુબભાઈ અજમેરીની ગાદલાની દુકાન આવેલી છે. તેઓએ કોમ્પ્લેકસના પહેલા અને બીજા માળે કોઇપણ જાતની મંજુરી વગર ગેરકાયદે બાંધકામ કર્યુ છે.

તેનો દાદર પણ માર્જીનની જગ્યામાં મુકવામાં આવ્યો છે. દાદરની નીચે ગાદલા મુકી તથા દુકાનની બહાર વાહનો પાર્ક કરીને દબાણ કરાય છે. જે અંગે કોઇ ગ્રાહક રજુઆત કરે તો બબાલ થાય છે.

અંગે વિજયકુમાર ચંદાણીએ દોઢ વર્ષ અગાઉ વિદ્યાનગર પાલિકા, આણંદ જિલ્લા કલેકટર કચેરી તથા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ઉપરાંત વિજય ચંદાણીએ માહિતી એકટ મુજબ બાંધકામ અંગેની માહિતી માંગી હતી. તેમ છતાં તંત્ર દ્વારા માહિતી આપવામાં આવતી નથી. અને ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માટે કોઇ કાર્યવાહી થતી હતી. ઉપરાંત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને પ્રશ્ન હલ કરવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. જેથી અરજદાર ધક્કા ખાઇને થાકી ગયો છે. ત્યારે દબાણો ક્યારે દુર કરવામાં આવશે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

વિદ્યાનગરના મોટાબજારમાં આવેલાં કોમ્પ્લેક્સમાં ગેરકાયદે દબાણ કરતા તેને દૂર કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.તસવીર-ભાસ્કર

દબાણ હટાવવા દોઢ વર્ષ અગાઉ પાલિકા, આણંદ કલેકટર કચેરી તથા CMને રજૂઆત કરી હતી

મોટાબજારમાં ભાથીજી મંદિર સામેના કોમ્પ્લેસમાં દબાણ દૂર કરવાની માંગ

અન્ય સમાચારો પણ છે...