મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું
આણંદ-ખેડાજિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ તથા ખેડા જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને સર્કીટ હાઉસમાં તાલીમ અપાઇ હતી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી આણંદ-ખેડા જિલ્લામાં તા.1લી જુલાઇથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાયું છે. જેમાં નવા મતદારોની નામ નોંધણી, નામ કમી કરવા, મતદાર યાદીના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેરાર અંગેની કામગીરીનું નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરુ પડાયું હતું. તાલીમમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર ભરતભાઈ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી વગેરે હાજર હતા.