સોજીત્રા | તાલુકાના બાંટવા પ્રાથમિક શાળામાં છાંયડો ચેરીટેબલ ફાઉન્ડેશન આણંદ-બોરસદ
સોજીત્રા | તાલુકાના બાંટવા પ્રાથમિક શાળામાં છાંયડો ચેરીટેબલ ફાઉન્ડેશન આણંદ-બોરસદ તથા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક્સ, ચોપડા સહિતની સ્ટેશનરીનું વિતરણ કરાયું હતું. પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ કેયુરભાઇ શાહ, દૂધમંડળીના ચેરમેન, સરપંચ આચાર્ય નાનજીભાઇ સોલંકી તથા વિષ્ણુરાજ ભોઇએ પ્રવૃત્તિને બિરદાવી હતી.
બાંટવા પ્રાથમિક શાળામાં સ્ટેશનરીનું વિતરણ