ડ્રોના લાભાર્થીઓની પાલિકા જાત તપાસ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવાસ યોજનામાં 2 કાઉન્સિલરના નંબર લાગતા લોકોમાં આશ્ચર્ય..

પેટલાદમાંઆઇએચએસડીપી યોજના અંતર્ગત દેવાકુવા વિસ્તારમાં તૈયાર થયેલ 64 આવાસો લાભાર્થીઓને આપવામાં માટે એન.કે. હાઇસ્કુલ ખાતે ડ્રો રાખવામાં આવ્યો હતો. પરંતુ સૌથી આશ્ચર્યની વાતએ છે કે ડ્રોમાં પેટલાદના બે કાઉન્સિલરોના નંબર લાગતાં લાભાર્થીઓ સહિતસૌ કોઇ ચોકી ઉઠયા હતાં,પાલિકાના કાઉન્સિલરોએ પણ સરકારની આવાસ યોજનો લાભ લેવા માટે નામ નોધાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. સૌનેએ વાતનું પણ આશ્ચર્ય થઇ હતું કે ખરેખર બંને કાઉન્સિલરો પાસે પોતાના મકાન નથી અને ઘરબહાર વિહોણા છે.કે પછી સરકારી યોજવાનો લાભ લઇને મકાન ખરીદવાનો કારસો હતો કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. ભારત સરકારની યોજના હેઠળ આવાસો બનાવી ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને માત્ર 10 ટકા રકમ લઇને આવાસ યોજના જાહેર કરી હતી.તે અંતર્ગત પેટલાદ શહેરમાં 14 કરોડના ખર્ચે 224 આવાસો બનાવવામાં આવ્યા છે.તે પૈકી 64 આવાસોમાંથી 42 લાભાર્થીઓને આવાસો આપ્યા બાદ 22 યુનિટનો ડ્રો કોમ્પ્યૂટરરાઇઝેડ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ,ચીફ ઓફિસર હિરલ ઠાકર,પાલિકા પ્રમુક રેણુકાબેન વાઘેલા,ઉપપ્રમુખ ઇમદાદઅલી સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આવાસ યોજના ડ્રોમાં વોર્ડ નં-9ના મહિલા કાઉન્સિલરના પતિ રિયાજખાન અકબરખાન પઠાણ તથા વોર્ડ નં-7ના અપક્ષ કાઉન્સિલર ફરિદખાન ડોસુખાન પઠાણનો નંબર લાગ્યો હતો. બંને કાઉન્સિલરોને મકાન લાગતાં કાર્યક્રમમાં હાજર સૌ કોઇ ચોકીં ઉઠયા હતાં.

પેટલાદ નગરપાલિકા દ્વારા 64 આવાસ યોજનાનો ડ્રો યોજાયો

આવાસ યોજના ડ્રોમાં બે કાઉન્સિલરના નામો ડ્રોમાં જાહેર થયા બાદ આશ્ચર્ય ફેલાયું હતું. ચીફ ઓફિસર હિરલ ઠાકરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આવાસ યોજનાના જે ખરેખર લાભાર્થી હશે તેને આવાસનો લાભ મળશે.ડ્રોના લાભાર્થીઓની અમે જાત તપાસ કરીશું અને વકીંગ મેમ્બર હશે તો પણ તેમને મળવાપાત્ર નહીં હોય તો તેમના આવાસ પણ રદ કરીશું.