• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ વિદ્યાનગર રોડ પરની ઓફિસમાંથી 70 હજારની ચોરી

આણંદ-વિદ્યાનગર રોડ પરની ઓફિસમાંથી 70 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-વિદ્યાનગરરોડ પર આવેલી ઓફિસના મુખ્ય દરવાજાનો નકુચો તોડી રોકડા 70 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ તાલુકાના થામણા દરવાજા ખાતે શીતલકુમાર સૂર્યકાન્ત પટેલ રહે છે. તેઓ આણંદ-વિદ્યાનગર રોડ પર જૈન ફાયનાન્સિયલ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે. શનિવારે સવારે તેઓ રાબેતા મુજબ તેમની ઓફિસે આવ્યા હતા ત્યારે તેમની ઓફિસનું મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે ઓફિસમાં તપાસ કરતા ઓફિસમાંના ડ્રોઅરમાંથી રોકડા રૂા. 70 હજારની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. નોંધનીય છે કે, આણંદ-વિદ્યાનગર રોડ પર અન્ય બે ઓફિસમાંથી પણ ચોરીનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...