તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગરમી અને બાફમાં કર્મચારી અને હોદ્દેદારો અકળાયાં

ગરમી અને બાફમાં કર્મચારી અને હોદ્દેદારો અકળાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંપાટીદાર યુવકના મોત અને ગાંધીજી વિશે અમીત શાહની ટીપ્પણી અંગે કોંગ્રેસ દ્વારા આણંદ શહેરના અમુલ ડેરી રોડ પર ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત હાજર રહ્યાં હતાં અને તેઓએ ભાજપમાં મતભેદ ચાલી રહ્યાં હોવાનું કહી કટાક્ષ કર્યો હતો કે, સવાર સાંજ અલગ અલગ મુખ્યમંત્રી હોય છે. અગાઉ આનંદીબહેનને બેસાડ્યાં હતાં, પરંતુ થોડા દિવસોમાં વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે આવી ગયાં.

આણંદના અમુલ ડેરી રોડ પર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે પ્રભારી અશોક ગહેલોતે જણાવ્યું હતું કે ‘પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકના મોત અંગે સરકારે કોઇ કાર્યવાહી કરી નથી. કોઇ ગુનો દાખલ કર્યો નથી. ભાજપના રાજમાં સતત અત્યાચાર થઇ રહ્યો છે.’

પ્રસંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ભાજપે 22 વર્ષ રાજ કર્યું છે, હવે તેમનો પાપનો ઘડો ભરાઇ ચૂક્યો છે. પાટીદારના ટેકાથી સરકાર બનાવી હતી. પરંતુ યુવકોેએ રોજગારી માંગી તો ગોળીનો વરસાદ વરસાવ્યો. તેવી રીતે આદિવાસીઓએ જંગલની જમીન માગી તો ગોળીઓ વરસાવી. મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર યુવકના શરીર પર 70 ઘા જોવા મળ્યાં છે. ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે.’

ઉપરાંત સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે ‘ભાજપની ખેડૂત વિરોધી નીતિથી દેશભરમાં વિરોધ ઊઠ્યો છે. મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ખેડૂતોની સ્થિતિ બદલાતી નથી. બટાકા ઢોરને ખવડાવી દીધાં હતાં.’

પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ સોઢા પરમાર, ધારાસભ્ય અમિત ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજનભાઈ પટેલ, પુનમભાઈ પરમાર, નટવરસિંહ મહિડા, જિલ્લા પંચાયત પ્રમુખ કપિલાબહેન ચાવડા વિગેરે આગેવાનો હાજર રહ્યાં હતાં.

આણંદના અમુલ ડેરી રોડ પર ધરણાં કાર્યક્રમમાં કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. પરંતુ સખત ગરમી અને બાફ વચ્ચે તેઓ રીતસર અકળામણ અનુભવી રહ્યાં હતાં. પ્રભારી અશોક ગહેલાત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ પણ કાર્યક્રમ દરમિયાન પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...