તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઇસુના પ્રકરણને પરત ખેંચવા ખ્રિસ્તી સમાજ દ્વારા રજૂઆત

ઇસુના પ્રકરણને પરત ખેંચવા ખ્રિસ્તી સમાજ દ્વારા રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતશાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશિત ધો.9ના હિન્દીના પાઠ્યપુસ્તકમાં ઇષ્ટદેવ ઇસુના પાત્રને ખાેટી રીતે ચિતરી ખ્રિસ્તી સમુદાયની લાગણી દુભાવી છે. તાત્કાલીક પાઠ્યપુસ્તકમાંથી ઇસુનું પ્રકરણ પરત ખેંચવા ગામડી, કરમસદના ખ્રિસ્તીભાઇઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

ગામડી તથા કરમસદ ચર્ચના ફાધર અને આગેવાન ભેગા મળીને જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલને આવેદનપત્ર આપીને પાઠ્યપુસ્તકમાંથી ઇસુનુ પ્રકરણ પરત ખેંચવા રજુઆત કરી હતી.

ગામડી - કરમસદમાં કલેકટરને આવેદનપત્ર અપાયું

પાઠ્યપુસ્તકમાંથી ઇસુના પ્રકરણને દૂર કરવા માટે આવેદનપત્ર અપાયું.

અન્ય સમાચારો પણ છે...