તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદ તાલુકામાં આવક, OBC દાખલાઓ માટે ધક્કા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના ગામેગામથી હાલમાં આવક અને જાતીના દાખલા, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતની તમામ કામગીરી માટે લોકોએ બોરસદ તાલુકાની મામલતદાર કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. નોકરી-ધંધા પડતા મૂકીને તેમજ સમય, પૈસા વેડફીને પણ એક ધક્કે કામ થતું હોવાથી અરજદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે ગ્રામ પંચાયતોને ઇ-ગ્રામ યોજના હેઠળ આવરી લઇને ગ્રામ્યકક્ષાએ લોકોને તમામ સવલતો પુરી પાડવાની સરકારની યોજના માત્ર કાગળ પર રહી છે.

આણંદમાં શહેરોની જેમ ગામડાઓમાં પણ વિવિધ સવલતો ઘરઆંગણે પુરી પાડવાની સરકારની વાતો ઠગારી નીવડી છે. હાલમાં ગણી ગાંઠી ગ્રામ પંચાયતોમાં 7/12 અને 8/અ ના ઉતારા મળી રહ્યા છે. પરંતુ આવક, જાતીના દાખલા ઓબીસી માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. ગ્રામપંચાયતમાં કોમ્પ્યૂટર, સ્કેનર, પ્રિન્ટર જેવા સાધનો ઉપલબ્ધ હોવા ઉપરાંત જીસ્વાન કનેક્શન હોવા છતાંય સુવિધા પુરી પાડવામાં ઉદાસીનતા સેવાઇ રહી છે.

મોટાભાગે જીસ્વાનનું સર્વર ડાઉન રહેતું હોવાથી જે સેવાઓ મળે તે પણ સમયસર મળી શકતી નથી. આવકના દાખલાઓ માટે અરજદારે મામલતદાર કચેરીમાં દોડાદોડી કરવી પડે છે. બોરસદ તાલુકાના 65 ગામોના લોકોએ વિવિધ દાખલાઓ મેળવવા માટે તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી સુધી લાંબી થવું પડે છે. તેમાંય ત્રણ-ચાર ધક્કે પણ કામ થતું હોવાથી અરજદારોએ પરેશાની ભોગવવી પડી રહી છે. ઓબીસીના દાખલા મેળવવાની સંખ્યા પણ વધી જતા કચેરીઓમાં ભારે ભીડ હોય છે. સ્થાનિક ગ્રામપંચયાત અરજદારની વિગતો સ્કેન કરીને મામલતદાર કચેરીને મોકલી આપે અને ગ્રામપંચાયતમાંથી વિવિધ દાખલાઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આવે તેવી માંગણી ઉઠી છે.

લોકોને સવલતો પુરી પાડવાની સરકારની યોજના માત્ર કાગળ પર

અન્ય સમાચારો પણ છે...