તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ ગણકારી તો તંત્રે આવીને 47 ‘મકાન’ તોડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-વિદ્યાનગરએપીસીથી મોગરીને જોડતા ડેડ કેનાલ પર તંત્ર દ્વારા નવો રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તામાં નડતરરૂપ દબાણો દુર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણકારોએ દબાણ દુર કરતાં આખરે તંત્રએ કરમસદ પાલિકાની મદદ લઇ પોલીસ કાફલા સાથે અરૂણોદય સોસાયટી પાસે પહોંચી જઇ સવારે દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરાતાં દબાણકારોમાં ફફળાટ વ્યાપી ગયો હતો. જેને લઇ ભારે હોહા મચી ગયો હતો.

બાકરોલ ટી પોઇન્ટ મોગરી સુધીની ડેડ કેનાલ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવો ફોર લેન માર્ગ 4 કરોડના ઉપરાંતના ખર્ચે તૈયારનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં બાકરોલ ટી પોઇન્ટથી એપીસી સુધીનો માર્ગ તૈયાર થઇ ગયો છે. જ્યારે એપીસીથી સાેજિત્રા રોડ અને મોગરી સુધીમાં ડેડ કેનાલ પર ગેરકાયદે કરેલ દબાણો દુર કરવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા એલીકોનની પાછળના ભાગે અરૂણોદય સોસાયટી નજીક ડેડ કેનાલ પર વર્ષોથી 50થી વધુ કુટુંબો ગેેેરકાયદે દબાણ કરી પાકા મકાન બનાવીને રહેતા હતા. જે અંગે જિલ્લા કલેકટર દ્વારા તમામ દબાણકારોને નોટિસ પાઠવીને 15 દિવસ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. તેમ છતાં દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા. આખરે જિલ્લા વહીવટીતંત્ર કરમસદ પાલિકાને દબાણ ટીમ તથા આણંદ-વિદ્યાનગર પોલીસને સાથે રાખીને સોમવારના રોજ સવારે અરૂણોદય સોસાયટી પાસે પહોંચી જઇ જેસીબી મશીનથી દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેના કારણે દબાણકારોમાં ફફળાટ વ્યાપી ગયો હતો. અને પોતાનો માલ-સામાન ઘરમાંથી કાઢી લેવા ભાગદોડ કરતાં જોવા મળ્યા હતા. અગામી દિવસોમાં માર્ગ પર આવેલા અન્ય દબાણો પણ દુર કરવામાં આવશે.

તમામ પરિવારોને વૈકલ્પિક જગ્યા સંદેશર રોડ પર ફાળવી આપી છે..

કરમસદ પાલિકાએ સોમવારે સવારે તંત્રે નોટિસ આપી છતાં દબાણ દૂર કરનારા 50થી વધુ પરિવારોના ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા હતા

અરૂણોદય સોસાયટી પાસે ગેરકાયદે બાંધકામ કરી 50થી વધુ પરિવારો રહેતા હતા

^કરમસદ હદમાં આવતી અરૂણોદય સોસાયટી પાસે ડેડ કેનાલ પર છેલ્લા કેટલાક વર્ષોથી 50 જેટલા પરિવારો ગેરકાયદે પાકા મકાનો બાંધી દીધા હતા. કેનાલ પર માર્ગ બનાવવાનું કામ હાથ ધરાતાં દબાણકારોને નોટિસ પાઠવી હતી. તેમ છતાં દબાણ દુર કરતાં વહીવટીતંત્ર અને કરમસદ પાલિકા દ્વારા સોમવારે 47 દબાણો દુર કરાયા છે. પરિવારોને કરમસદ-સંદેશર રોડ પર જીઇબી પાસે જગ્યા ફાળવી છે.> નિલેશપટેલ, પ્રમુખ,કરમસદ પાલિકા

સફાયો| આણંદ-વિદ્યાનગર એેપીસીથી મોગરીને જોડતી ડેડ કેનાલ પર રોડ બનાવવાના કામમાં નડતરરૂપ દબાણ દૂર કરાયા

અન્ય સમાચારો પણ છે...