તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગરમી ઘટી પણ ઉકળાટે લોકોનું રહેવંુ મુશ્કેલ કર્યું

ગરમી ઘટી પણ ઉકળાટે લોકોનું રહેવંુ મુશ્કેલ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં બે ત્રણ દિવસથી છુટોછવાયો વરસાદ થતાં ઉકળાટ વધ્યો છે. ગરમીનું પ્રમાણ ઘટ્યું પણ અસહ્ય ઉકળાટ થતાં લોકોને પરસેવે ભીંજાવું પડે છે. સોમવારે વહેલી સવારના આણંદ અને આંકલાવ સહિત જિલ્લામાં છુટોછવાયો વરસાદ થયો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન અંશત: વાદળછાયા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ થતાં લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા હતા. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો હવામાન વિભાગનો વર્તારો છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે મહતમ તાપમાન 38.8 ડિગ્રી, લઘુતમ 23 ડિગ્રી, ભેજનું પ્રમાણ 86 ટકા નોંધાયું હતું. જૂન મહિનાના પ્રારંભથી તાપમાનનો પારો ઘટીને 40 ડિગ્રી થઇ જતાં ગરમીનું પ્રમાણ ઘટ્યું પણ ઉકળાટ વધુ રહેતાં લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા છે. બે દિવસથી જિલ્લામાં છુટોછવાયો વરસાદ થઇ રહ્યો છે. સોમવારે વહેલી સવારના આણંદમાં તેજ ગતિએ પવન ફુંકાવા સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન વાદળોની અવરજવરથી વાતાવરણ અંશત: વાદળછાયું રહ્યું હતું.

વહેલી સવારના આણંદ અને આંકલાવ સહિત જિલ્લામાં છુટોછવાયો વરસાદ થયો

આણંદ જિલ્લામાં થયેલા છૂટાછવાયા વરસાદના કારણે બફારો વધ્યો હતો.

હવે ધોધમાર વરસાદ ઠંડક લાવશે

અન્ય સમાચારો પણ છે...