તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ ખેડાની અનેક શાળાઓ ગરમીના કારણે સવારની કરાઇ

આણંદ-ખેડાની અનેક શાળાઓ ગરમીના કારણે સવારની કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાઆણંદ જીલ્લાની મોટાભાગની શાળાઓ સવારની કરવામાં આવતા વાલીઓ અને વિધાર્થીઓમાં આનંદ વ્યાપી ગયો છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જીલ્લા શિક્ષણધિકારી કચેરીઓને જીલ્લા મથકેથી જે તે સંચાલક મંડળ દ્વારા પરિસ્થિતિ અનુરૂપ શાળા સવારની કરવા જણાવ્યું હોઈ સંચાલક મંડળોએ બાળકોની કાળઝાળ ગરમીમાં સ્થિતિ જોતા સવારની કરી છે.સંજોગો મુજબ શાળા સવારની કે બપોરની કરવાનો નિર્ણય જે તે સંચાલક મંડળે લેવાનો હોઈ તેમાં શિક્ષણ વિભાગની મંજુરી જરૂર નથી તેમ શિક્ષણવિદ અને સંચાલક મંડળના સભ્ય બંકિમચંદ્ર વ્યાસે જણાવ્યું હતું. અંગે શિક્ષક અગ્રણી મહેશ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં ગરમીનો પારો ઉંચો છે.આ ગરમીમાં બાળકો બપોર પછી હેરાન થાય છે.બાળકો ગરમીમાં બીમારીનો પણ ભોગ બને છે.ઉપરાંતપીવાના પાણીની તંગી અને ગરમીને કારણે અનેક સંસ્થાઓએ નિર્ણય લઇ શાળાઓ સવારની કરી છે. વાલી અગ્રણી જયેશ પરમારે જણાવ્યું હતું કે જે સંચાલકો બે પાળીમાં સ્કુલ ચાલવે છે તે કારખાનાની જેમ બાળકો સાથે વર્તન કરે છે.આવા સંચાલકો સામે કાર્યવાહી કરવી જોઈએ.જોકે સ્થતિ જોઈ મોટાભાગની સંસ્થાઓએ શાળાઓનો સમય બદલ્યો છે.

^અમે મંડળ દ્વારા શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગર રજૂઆત કરી હતી. જોકે તમણે સંચાલક મંડળ દ્વારા સંચાલિત ધો.1થી ૧૨ ની સંસ્થાઓનો નિર્ણય જેતે સંચાલક સ્થિત અનુસર લઇ શકે તેમ જણાવેલ.ખંભાત-તારાપુરના ૬૪ જેટલા ભાલના ગામોમાં વિકટ સ્થિતિ છે. એથી સંચાલકોએ સવારનીશાળાઓ રાખવા નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે. > મુકેશરાઠોડ, સભ્ય,વાલી મંડળ.

રાહત થાય ત્યાં સુધી નિયમ રહેશે

અન્ય સમાચારો પણ છે...