તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં હિસાબનીશનું સવારે અપહરણ : સાંજે છૂટકારો

આણંદમાં હિસાબનીશનું સવારે અપહરણ : સાંજે છૂટકારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-ચિખોદરાઓવરબ્રિજ પાસે એક્ટીવાના શો રૂમની સામે તપોભૂમિ બંગ્લોઝમાં ગોપાલ જર્દાના નામે તમાકુની કંપની આવેલી છે. જેમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ઓમનાથ શુક્લા સવારે સાડા નવ કલાકે ઓફિસમાં ફરજ પર હાજર થયા હતા. દરમિયાન તેઓ કામ કરી રહ્યા હતા સમયે એક સફેદ રંગની કાર આવી ચઢી હતી. જેમાંથી બે શખ્સ ઉતરીને ઓફિસમાં ગયા હતા. અને ઓમનાથ શુક્લાને તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરાવી ભરેલી બેગ અને લેપટોપ સાથે કારમાં બેસાડીને લઈ ગયા હતા. જોકે, અંગેની જાણ કંપનીમાં ફરજ બજાવતા અન્ય કર્મીઓને થતાં તેમણે તેમની દિલ્હી ખાતે આવેલી મુખ્ય ઓફિસ અને કંપની સાથે સંકળાયેલા અન્ય વેપારીઓને કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંગે પોલીસને જાણ કરવામાં આવતા આણંદ જિલ્લા પોલીસ વડા સૌરભકુમાર સિંઘ સહિતનો પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મામલે આણંદ ગ્રામ્ય પોલીસે ઓફિસમાં ફરજ બજાવતા નાગીન્દ્ર વિરસીંગની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બીજી તરફ મોડી સાંજે અપહૃતે પોતાની પત્નીને ફોન કરી અપહરણકર્તાઓએ તેને અમદાવાદમાં છોડી મૂક્યો હોવાનો અને સલામત હોવાની જાણ કરી હતી. પત્નીએ આણંદ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ તેને લેવા માટે અમદાવાદ દોડી ગઈ હતી. જેને મોડી સાંજે આણંદ લઈ આવી બનાવ સંદર્ભે પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસને આશંકા તરકટની | સફેદ કારમાં બે શખ્સે ધસી આવી મોબાઈલ સ્વીચ ઓફ કરાવીને એકાઉન્ટન્ટને લઈ ગયા

નાગીન્દ્ર વીરસીંગે જણાવ્યું હતું કે, સવારના સમયે બે શખ્સ આવ્યા અને મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવા કહ્યું હતું. પછી તેમને તેઓ બહાર લઈ ગયા હતા. તેમણે મુખ્ય રસ્તા પર ગેટ પાસે તેમની કાર ઊભી રાખી હતી અને ત્યાં સુધી ચાલતા લઈ ગયા હતા. જેને પગલે અમને કોઈ શંકા ગઈ નહોતી. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતા બાદમાં અમે લોકોએ અન્ય વેપારીને જાણ કરી હતી.

કાર બહાર હતી અને ચાલતા લઈ ગયા હતા

અપહરણનું કારણ શું તે અંગે પૂછપરછ જારી

^અપહૃત ઓમનાથે તે અમદાવાદમાં હોવાની પોલીસને જાણ કરતા અમે તુરંત તેને લેવા માટે અમદાવાદ પહોંચી ગયા હતા. હાલમાં બંને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ બીજી તરફ સમગ્ર દિવસ દરમિયાન ઓમનાથને ક્યાં લઈ ગયા હતા અને તેનું અપહરણ કરવા પાછ‌ળનું કારણ શું, પૈસાની લેતીદેતી કે પછી અંગત અદાવત તે તમામ બાબતે હાલમાં તેની પૂછપરછ જારી છે. > એન.એમ.પટેલ, પીએસઆઈ,આણંદ ગ્રામ્ય પોલીસ

પોલીસ તપાસમાં હતી ત્યારે એકાઉન્ટન્ટે પત્નીને ફોન કરીને અમદાવાદ હોવાની જાણ કરી : રાત્રે અપહ્યત આણંદ પરત

અન્ય સમાચારો પણ છે...