તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સોજીત્રા બેંકમાંથી ગઠિયો 30 હજાર ભરેલું પર્સ તફડાવી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોજીત્રા બેંકમાંથી ગઠિયો 30 હજાર ભરેલું પર્સ તફડાવી ગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોજીત્રા બેંકમાં નાણાં ભરવા જનાર મહિલાએ થેલીમાં મુકેલા રૂ. 30 હજાર ભરેલ પર્સ ગઠિયો નજર ચુકવીને ઉઠાવીને રફુચકકર થઇ ગયો. સોજીત્રા પોલીસે બનાવની વધુ તપાસ આદરી છે. સોજીત્રા ગામમાં વણકર વાસમાં શાંતાબેન મગનભાઇ મકવાણા રહે છે.તેઓ શનિવારના રોજ સવારે 11.15 કલાકે ગામની બેંક ઓફ બરોડામાં નાંણા ભરવા માટે ગયા હતા.તેઓએ પોતાની થેલીમાં રૂ.30 હજાર ભરેલ પર્સ મુકયું હતું.શાંતાબેન બેંકમાં નાંણા ભરવા માટે લાઇનમાં ઉભા હતાં.તે દરમ્યાન તેમની નજીક એક 20 થી 25 વર્ષની ઉંમરનો યુવક આવ્યો હતો. શાંતાબેનની નજર ચુકવીને યુવકે થેલીમાંથી રૂ.30 હજાર ભરેલ પર્સ ઉઠાવીને રફચકર થઇ ગયો હતો.થોડીવાર પછી શાંતાબેને થેલીમાં જોયું તો પર્સ ગાયબ હતું.જેથી તેઓએ બૂમાબૂમ કરતાં કેટલાક લોકે બેંકની બહાર પણ તપાસ કરી હતી.પરંતુ ગઠિયાનો કોઇ પતો લાગ્યો હતો.

મહિલા બેંકમાં નાણાં ભરવા લાઈનમાં ઉભાં હતાં ત્યારે ગઠિયાનો હાથફેરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો