તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • પેટલાદ નગરપાલિકાનંુ 43 કરોડનું બજેટ મંજુર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદ નગરપાલિકાનંુ 43 કરોડનું બજેટ મંજુર કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેટલાદ પાલિકાની બજેટ અંગે શનિવારે સાંજે પાલિકા પ્રમુખ રેણુકાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને સભા મળી હતી. સભા ઉપપ્રમુખ ઇમદાદઅલી બાપુ, ચીફ ઓફિસર, ધારાસભ્ય નિરંજનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં 2017/18નું અસલ અને 2016/17નું સુધારેલ રજુ કરાયું હતું. સભ્યોએ પેટલાદના વિકાસને લગતા અંદાજે રૂ.3 કરોડના કામો સર્વાનુમતે મંજુર કર્યા હતા.

પાલિકાનું ચાલુ નાણાંકીય વર્ષ 2016/17માં કુલ આવક 19 કરોડ 63 લાખથી વધુ થઇ છે. તો વર્ષ દરમ્યાન ખર્ચ રૂ.23 કરોડ 83 લાખ જેટલો થયો છે. અંદાજે રૂ.4 કરોડ 16 લાખ જેટલી રકમ ખર્ચ થયો હતો. જેમાં ચાલુ નાણાંકી વર્ષ ઉઘડતી સિલક 15 કરોડ 44 લાખ મળી હતી. તે રીતે ચાલુ નાણાંકીય વર્ષના અંતે પાલિકા પાસે રૂ.11 કરોડ 28 લાખ બંધ સિલક રહેશે. રીતે વર્ષ 2016/17ની કુલ આવક 32.28 કરોડની સામે અંદાજે ખર્ચ રૂ.43 કરોડ 12 લાખ હોઇ બંધ સિલક 43,91173 અંદાજે છે. શહેરના વિકાસ માટે 3 કરોડ 60 લાખના વિકાસના કામોને સર્વાનુમતે બહાલી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો