તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સહકારી ધોરણે થતી ખેતીમાં ટર્નઓવર 6 કરોડ પર પહોંચશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહકારી ધોરણે થતી ખેતીમાં ટર્નઓવર 6 કરોડ પર પહોંચશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંકલાવના 290 ખેડૂતો દ્વારા સહકારી ધોરણે થતી ખેતી

ખેતીપણ સહકારી ધોરણે કરવામાં આવે તો ફાયદાકારક બની શકે છે વાતને આણંદ જિલ્લામાં મહીસાગર નદીના પટ્ટમાં તમાકુની ખેતી કરતાં 12 ગામના ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે. મહીભાઠાંની તમાકુનો ભાવ પ્રતિમણ રૂ. 2709 પડ્યો છે. તેમજ સાનુકૂળ વાતાવરણના પગલે તમાકુનો 23 હજાર મણ ઉતારો મળ્યો હોય વર્ષે મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી લિ.નું ટર્નઓવર 6 કરોડ પર પહોંચશે. તેમ ભાઠાની તમાકુના ભાવ પડયા બાદ અન્ય વિસ્તારની તમાકુના ભાવ નક્કી થતાં હોય વર્ષે પણ તમાકુના સારા ભાવ મળી રહેવાની ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે.

એશિયામાં સૌપ્રથમવાર વર્ષ 1953માં આણંદ જિલ્લામાં ગંભીરા પાસે પસાર થતી મહીસાગર નદીના પટ્ટમાં સહકારી ધોરણે ખેતી શરૂ કરવામાં આવી હતી. નદીની મધ્યમાં 425 એકર ભાઠામાં 12 ગામના 290 ખેડૂતો દ્વારા સહિયારી ખેતી કરવામાં અાવે છે.

મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળી લિ.ના ચેરમેન દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે “ભાઠામાં દર વર્ષે તમાકુની ખેતી કરીને મળતાં ઉતારાના વેચાણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને હરાજી રાખવામાં આવે છે. વર્ષે રવિવારે યોજાયેલ હરાજીમાં 90 વેપારીએ ભાગ લીધો હતો. સાનુકૂળ વાતાવરણના પગલે તમાકુનો ઊતારો 23 હજાર મણ મળ્યો હતો. જેની ખરીદી માટે આવેલા ટેન્ડરમાં સૌથી ઊચોં ભાવ પ્રતિમણ રૂ.2709નો પડ્યો હતો. જ્યારે સરેરાશ ભાવ પ્રતિમણ રૂ.2201 પડ્યો હતો. વર્ષે એકવખતની રોપણીમાં સારો ઊતારો મળ્યો હતો. તેમજ તમાકુના ભાવ પણ સારા પડ્યા હોય ખેડૂતોને અપેક્ષિત આવક મળશે.’

અન્ય વિસ્તારની તમાકુના ભાવ 600થી 1700 વચ્ચે રહેશે

^“ભાઠાનીતમાકુના ભાવ પ્રતિમણ રૂ.2701 પડ્યા છે. ત્યારબાદ અન્ય વિસ્તારની તમાકુના ભાવ નક્કી થતાં હોય છે. જેથી વર્ષે સારી ગુણવત્તાવાળી તમાકુના ભાવ પ્રતિમણ રૂ.1500થી રૂ.1700 વચ્ચે અને ઉતરતીકક્ષાની તમાકુના ભાવ પ્રતિમણ રૂ.600થી રૂ.800ની વચ્ચે રહેશે.’ > કિરણભાઇશાહ, તમાકુનાવેપારી, બોરસદ

આંકલાવ તાલુકના ગંભીરા, બામણગામ, કોઠિયાખાડ, સંખ્યાડ સહિત 12 ગામના 290 ખેડૂત દ્વારા સહકારી ધોરણે મહી નદીનાં ભાઠામાં ખેતી કરવામાં આવે છે. ખેડૂતોની બનાવેલી મંડળી તરફથી ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર સહિતની સામગ્રી આપવામાં અાવે છે. ખેડૂતો ટુકડી બનાવીને ફક્ત ખેતરમાં કામ કરવાનું હોય છે. તમાકુની હરાજી બાદ થતી આવકમાંથી ખર્ચની રકમ કાઢીને બાકીની રકમ ખેડૂતોને આપવામાં અાવે છે. તેમ નફાનો અમુક હિસ્સો ખેડૂતોના બાળકોના શિક્ષણ, આરોગ્ય તેમ ગામના વિકાસ કામો માટે ફાળવવામાં અાવે છે.

સાનુકુળ વાતાવરણને લઈ 23 હજાર મણનો ઊતારો

મંડળી દ્વારા યોજાયેલ તમાકુની હરાજીમાં 90 વેપારીઓએ ભાગ લીધો હતો. -હેમંત ભટ્ટ

ફળ સહિયારું| આણંદ જિલ્લાના મહીભાઠાંમાં 12 ગામના ખેડૂતોએ પકવેલી તમાકુનો ભાવ પ્રતિ મણ રૂ.2709 પડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો