• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ઉમરેઠમાં પોણા 7 કરોડના ખર્ચે આઠ માર્ગોનું નવીનીકરણ કરાશે

ઉમરેઠમાં પોણા 7 કરોડના ખર્ચે આઠ માર્ગોનું નવીનીકરણ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના જુદા જુદા 8 માર્ગોનું ખાતમુર્હૂત સાંસદ દીલીપ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ તથા આણંદ જીલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રસિંહ તથા બળવંતસિંહ ઉમરેઠ તાલુકા ભાજપના મહામંત્રી કેતન પટેલ, સુભાષ પરમાર ચિખોદરા સરપંચ હર્ષદભાઈ પરમાર, ભાલેજના ઉપસરપંચ ગોપાલભાઈ, લીંગડાના સરપંચ લાલાભાઈ, ઘોરાના સરપંચ પ્રવિણસિંહ, દેવિસિંહ ગોહિલ. સંઘના ચેરમેન અર્જુનસિંહ, વિમલભાઈ, સેવક નટવર સિંહ મહીડા, રમેશભાઈ ભોઈ તથા મોટી સંખ્યા મા ગ્રામજનો હાજર રહ્યા હતાં. ગ્રામીણ પ્રજાની અગવડો દુર થાય તે હેતુથી માર્ગોના નિર્માણનું ખાતમુર્હૂત કરાયું હતુું.

લીગડા બાબરપુરાથી થામણા રસ્તો, ઘોરા પણસોરા રસ્તો, ભાલેજ ઈન્દિરાનગરી રસ્તો, સરદારપુરા કુજરાવ રોડ, ધોરા હરીપુરા રોડ, જાખલા મોરપુરા રોડ,પણસોરા આબુતલાવડી રોડ, કાસોર ગોરસિયાથી વણસોલ

ક્યા ક્યા માર્ગોનું નિર્માણ થશે

માર્ગો તૈયાર થતાં રાહદારી, વાહનચાલકોને સુવિધા

અન્ય સમાચારો પણ છે...