• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • નિસરાયામાં બાઈક પર બાપુ કેમ લખાવ્યું કહી માર માર્યો

નિસરાયામાં બાઈક પર બાપુ કેમ લખાવ્યું કહી માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના િનસરાયા ગામ સ્થિત વણકરવાસમાં યુવકને તે તારા બાઈક પર બાપુ કેમ લખાવ્યું તેમ કહી 31 યુવકોએ યુવક તેમજ તેના પરિવારજનોને માર માર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નિસરાયા ગામ સ્થિત વણકરવાસમાં રહેતા સૌરભકુમાર ચીમનભાઈ વણકર બુધવારે તેમના ઘરે હાજર હતા ત્યારે 31 યુવકોનું ટોળું તેમના ઘરે પહોંચ્યું હતું. તેમણે તે તારા બાઈક પર બાપુ કેમ લખાવ્યું તેમ જણાવી તેને માર મારી પથ્થરમારો કરી બાઈકમાં તોડફોડ કરી હતી. પરિવારજનો યુવકને બચાવવા જતા ટોળાંએ તેમને પણ માર માર્યો હતો. બનાવ સંદર્ભે સૌરભે પ્રદિપ રાજ, કનક રાજ, જયદીપ રાજ, શંભુ રાજ, નીતિન, ભરત. આકાશ, સંદીપ, તુષાર, સની, સહિત 31 યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...