• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • 10લાખની જૂની નોટ સાથે ઝડપાયેલા બંને શખ્સની ITએ તપાસ હાથ ધરી

10લાખની જૂની નોટ સાથે ઝડપાયેલા બંને શખ્સની ITએ તપાસ હાથ ધરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરના મેફેર રોડ પરથી ગુરૂવારે મોડી સાંજે એસઓજીએ બાતમીના આધારે 9.99 લાખની જૂની નોટ સાથે નવનીત ભોઈ અને મનોજ પટેલને ઝડપી પાડ્યા હતા. નવનીત ભોઈએ વિદ્યાનગર જીઆઈડીસીમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. જ્યારે મનોજ પટેલ તેમની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. એસઓજીએ તેમની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં વેપારી નવનીત ભોઈ સુરતના ઉકાઈ ખાતે હોઈ નોટ બદલાવી શક્યા નહોતા.

જોકે, તેમના એકાઉન્ટન્ટ વિજય નામના એક શખ્સને નોટ આપીને જૂની કરન્સી બદલાવાશે તેમ કહેતા તેઓ બંને આણંદ શહેર મેફેર રોડ પર આવ્યા હતા અને સમયે પોલીસે તેમની ઝડપી પાડ્યા હતા. અંગે પોલીસે આણંદ ઈન્કમ ટેક્સના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ તુરંત દોડી આવી ચલણી નોટની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આઈટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા તમામ નાણાને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આઈટી અધિકારીઓ દ્વારા તેમના ફેક્ટરી સહિત તેમના ઘરે જઈને તપાસ હાથ ધરવા ઉપરાંત તેમનો આવકના સ્ત્રોત ઉપરાંત તેમની ટેક્સ અંગેની તમામ માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આણંદના મેફેર રોડ પરથી બે દિવસ પહેલાં ઝડપાયા હતા

અન્ય સમાચારો પણ છે...