• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ પાલિકાનું 92 કરોડનું બજેટ 1 મિનિટમાં પસાર થતાં વિપક્ષનો હોબાળો

આણંદ પાલિકાનું 92 કરોડનું બજેટ 1 મિનિટમાં પસાર થતાં વિપક્ષનો હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની બજેટ બેઠક તોફાની બની રહી હતી તેમ આજે આણંદ નગરપાલિકાની બજેટ બેઠકમાં પણ તોફાની દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વિરોધપક્ષના સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરીને બેઠકમાં વિરોધ દર્શાવાની સાથે સત્તાપક્ષ વિરોધી સૂત્રો પોકાર્યા હતા. અેટલું નહીં પરંતુ તાનમાં આવી ગયેલા સભ્યોએ સત્તાપક્ષના સભ્યો તરફ બંગડી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અલબત્ત બધા વિરોધની અવગણના કરી સામાન્ય સભામાં 92 કરોડનું બજેટ એક મિનિટમાં પસાર કરી દેવાયું હતું. વિપક્ષી સભ્યોએ સભાગૃહ બહાર બજેટની હોળી કરી હતી.

આણંદ પાલિકાના સભાખંડમાં પ્રમુખ મીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ બેઠકમાં કોંગ્રેસના 18 કાઉન્સીલરો કાળીપટ્ટી પહેરીને પ્રવેશ્યા હતા અને રાષ્ટ્રગીત પૂર્ણ થવાની સાથે વિપક્ષીનેતા ઇદ્રીશવ્હોરા સહિત તમામ કાઉન્સીલરો ઊભા થઇ ગયા હતા અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી... આપખુદશાહી નહીં ચલેગીના નારા લગાવી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સત્તાપક્ષ ભાજપના નગરસેવકો તરફ બંગડીઓ ફેંકી હતી. સમય પારખી ગયેલા સત્તાપક્ષ દ્વારા બજેટ મંજૂર મંજૂર મંજૂર કહી 92.63 કરોડનું બજેટ એક મિનિટમાં આટોપી લીધું હતું. આણંદ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા કોંગ્રેસના સભ્યોએ સભાગૃહની બહાર બજેટની હોળી કરી હતી.

આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરોએ કાળીપટ્ટી ધારણ કરી ભાજપની હિટલરશાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સભાખંડમાં પણ કોંગ્રેસના કાઉન્સિલરોએ હોબાળો મચાવી ભાજપના કાઉન્સિલરો પર બંગડીઓ ફેંકી હતી

^આણંદ નગરપાલિકાની બજેટ બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. તે વખતે પણ કોંગ્રેસના કાઉન્સિલરોએ કાળીપટ્ટી ધારણ કરી રાષ્ટ્રગીત ગાયું હતું. અને મહિલાઓના રક્ષણની માગ કરનાર કોંગ્રેસના કાઉન્સિલરોએ પાલિકાના મહિલા પ્રમુખની ગરિમા પણ જાળવીને સભાખંડમાં બેહુદુ વર્તન કરી બંગડીઓ ફેંકી હતી. આમ તેઓએ પાલિકાના સભાખંડમાં લોકશાહીનું હનન કરીને રાષ્ટ્રગીતની ગરિમા જાળવી નથી.>કાન્તિભાઈ ચાવડા,ઉપપ્રમુખ,આણંદ નગરપાલિકા

^આણંદ નવા બસસ્ટેન્ડ શોપીંગ સેન્ટરમાં થયેલ ભ્રષ્ટાચારમાં પાલિકાના નાયબ ઇજનેર સાદ્દીકઅલી સૈયદ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયામક હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. તેને ધ્યાને લઇ ગુજરાત પાલિકા નિયામક તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કર્યો હતો. છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તેમજ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ત્રણ કાઉન્સિલરો સામે પણ ભાજપ મોવડી મંડળે કોઇ કાર્યવાહી કરી નથી.> ઇદ્રીશભાઇવ્હોરા, વિરોધપક્ષના નેતા, આણંદ પાલિકા

બજેટ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરોએ રાષ્ટ્રગીતની પણ ગરિમા જાળવી

કાઉન્સિલરો- કર્મીઓને સત્તાધિશો છાવરે છે

કોંગ્રેસના કાઉન્સિલરોએ બંગડીઓ ફેકી, અંદાજપત્રની હોળી કરી

BJP કાઉન્સિલરોની આપખુદશાહી સામે કોંગ્રેસના સભ્યોનો વિરોધ

અન્ય સમાચારો પણ છે...