• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટલાદ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે

પેટલાદ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૬મી જાન્યુઆરી, ૨૦૧૮ના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું સુચારૂં આયોજન થઇ શકે તે હેતુસર આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓની બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું.

બેઠકમાં અધિક કલેકટર બી.બી.વહોનિયા, જિલ્લા વિકાસ અધિકારી અમીતપ્રકાશ યાદવ, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર, મા.મ.વિભાગ, મામલતદાર, જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...