આણંદમાં અહીંયા કેમ આવ્યો છે કહી માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદ તાલુકાના હાડગુડ ગામે મસ્જીદની બાજુમાં રહેતા બકાભાઇ વરસીંગભાઇ ભાભોરના સંબંધી સનીભાઇ રવિવારે સાંજે શહેરના ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે ગયા હતા. દરમિયાન, એ સમયે વીરાભાઇ, ધીભાભાઇ, દિનેશભાઇ અને લાલાભાઈએ સન્નીભાઇને તું અહીંયા કેમ આવ્યો છું એમ કહી અપશબ્દ બોલી ઝઘડો કર્યો હતો. વધુમાં તેમના માથામાં પથ્થર મારી, બચકું ભરી ઈજા પહોંચાડી હતી. આ અંગે બકાભાઈની ફરિયાદના આધારે મારામારીની કલમ હેઠળ આણંદ શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...