• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતરમાં દિશા પરિવર્તનના પગલે બેવડી ઋતુનો અનુભવ

ચરોતરમાં દિશા પરિવર્તનના પગલે બેવડી ઋતુનો અનુભવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લા સહિત સમગ્ર પંથકમાં કાતિલ ઠંડીના સપાટા બાદ એકા એક ગરમી પારો ઉંચો ચઢતા શિયાળામાં પણ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે વહેલી સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આમ પંથકમાં બેવડી ઋતુ ચાલી રહી છે. આણંદ કૃષિયુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એકાદ સાપ્તાહ આવું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે.

પવનની દિશા બદલાતા ઠંડી ઘટાડો અને તાપમાનમાં વધારો થતાં બપોરે ગરમીનો અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. આણંદ કૃષિ યુની.ના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી એકાદ સાપ્તાહ સુધી બપોરના સમયે ગરમી અને ઠંડીનું મીશ્ર ઋતુ જેવું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

તાપમાનમાં વધ-ઘટ
તારીખ મહત્તમ લઘુત્તમ

12મી જાન્યુ. 28.5 13.8

13મી જાન્યુ. 27.0 16.2

14મી જાન્યુ. 27.0 16.5

15મી જાન્યુ. 32.5 15.7

16મી જાન્યુ. 32.5 11.5

17મી જાન્યુ. 32.5 14.0

ઉત્તર-પૂર્વીય પવનની દિશા ઉત્તર-પશ્ચિમ થઇ
આણંદ હવામાન વિભાગના અધિકારી મંજુષાબેનના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વીય દિશાથી પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ થતા મહતમ તાપમાન વધ્યું છે.જેના કારણે હાલ સમગ્ર પંથકમાં બેવડી ઋતુઓનો અનુભવ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...