• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • જરૂરિયાતમંદ માટે NRI NRG દ્વારા વસ્ત્રોનું દાન : SBI વિતરણ કરશે

જરૂરિયાતમંદ માટે NRI-NRG દ્વારા વસ્ત્રોનું દાન : SBI વિતરણ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર વિશ્વમાંથી અને ભારતભરમાં વસતા એનઆરઆઇ એનઆરજી આગામી 1લી જુલાઇ 2018થી જૂના વસ્ત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં જમા કરાવી શકશે. આ જૂના વસ્ત્રોનું ગુજરાતના સ્લમ વિસ્તાર કે ગામડામાં વસતા ગરીબ લોકોને વિતરણ કરવામાં આવશે. 1લી જુલાઇએ એસબીઆઇ ડે હોવાથી તે દિવસથી આ યોજનાનો પ્રારંભ કરવાની આણંદ ખાતે જાહેરાત કરવામાં આવી છે.

આણંદની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમાં આવેલા ચંચળબા હોલ ઓડોટોરિયમ ખાતે આજે એનઆરજી, એનઆરઆઇ મીટનું આયોજન કરાયું હતું. આ સ્નેહમિલનસમા કાર્યક્રમમાં 450 એનઆરઆઇ-એનઆરજી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથ અને એનઆરજી સેન્ટર, આણંદના ચેરમેન ભીખુભાઈ પટેલે સંયુકત જાહેરાત કરી હતી. જેમાં એસબીઆઇની 1400 બ્રાન્ચમાં એનઆરઆઇ કે એનઆરજી તેમના જૂના વસ્ત્રો એસબીઆઇની કોઇપણ બ્રાન્ચમાં જમા કરાવી શકશે. તે વસ્ત્રો ગુજરાતનું એનઆરજી ફાઉન્ડેશેન એકત્રિત કરવાનું છે. તેમની જરૂરિયાતમંદ લોકોને પહોંચાડીને મદદરૂપ થવાની પહેલ કરશે. જેમાં એસબીઆઇએ સાથ અને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.

ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદેશમાં બાળકોના વસ્ત્રો, મોટી ઉંમરના કે યુવાનોના વસ્ત્રો પહેરીને પછી ફેંકી દેતા હોય છે. ત્યાં પહેરેલુ કે એકવાર ખરીદેલું વસ્ત્ર બીજી કોઇ વ્યક્તિ વાપરતી નથી. તેઓ તેને બીજા કોઇ ઉપયોગમાં લેવાનું ટાળે છે. તેઓ તેમને ફેંકી દેતા હોય હોય છે. જ્યારે ગુજરાતમાં ગરીબ બાળકો માટે ઉપયોગમાં લઇ શકાય.

અમેરિકાના ન્યુજર્સી શહેરમાં કસ્ટમ ડ્રાઇગ ઇન્ક નામની ફેકટરીમાં કલેશન સેન્ટર શરૂ કરવાની ભરતભાઈ પટેલે જાહેરાત કરી છે. અનુસંધાન પાના નં.3 પર

અન્ય સમાચારો પણ છે...