આણંદ ફાર્મસી કોલેજમાં લીડરશીપ સેમિનાર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | શ્રી રામકૃષ્ણ સેવામંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજને તાજેતરમાં ગુજરાત સરકારના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યોજના હેઠળ રૂ. ૬૦ લાખનું અનુદાન મળેલ છે. આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યોજના હેઠળ,૧૮મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ સ્ટાર્ટ અપ: ઇગ્નાઈટીંગ ઇનોવેશન એન્ડ લીડરશીપ વિષયે રાષ્ટ્રીયકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમીનારમાં ઇનોવેટીવ થીન્કીંગ, સ્ટાર્ટ અપ અને ઇનોવેશનના નાણાકીય તથા આર્થીક પાસાઓ, તેમની પુરતી માહિતી, હેલ્થ સેક્ટર, બાયોટેકનોલોજી તથા આઈટી ક્ષેત્રોના સ્ટાર્ટ અપ, જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...