• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટલાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીવાનું પાણી નથી

પેટલાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીવાનું પાણી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લાની પેટલાદ તાલુકામાં આવેલી એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તેમજ રોજબરોજ આવતા દર્દીઓના સંબંધી અને મુલાકાતીઓને હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંય સમયથી પીવાના પાણી માટે હાલાંકી ભોગવવી પડી રહી છે. જોકે, મામલે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી.

અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે બીજી તરફ પાણીજન્ય રોગના દર્દીઓનો હોસ્પિટલમાં વિશેષ વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં સામાન્ય રીતે ચોખ્ખુ પાણી પીવા માટે આગ્રહ રાખવામાં આવતો હોઈ છે ત્યારે બીજી તરફ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં પાણી માટે દર્દી તેમજ તેમના સંબંધીઓને વલખાં મારવા પડે છે. ઉપરાંત હોસ્પિટલની સ્થિતિ પણ છેલ્લાં કેટલાંય સમયથી કથળી છે.

અન્ય સમાચારો પણ છે...