• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતરમાં આખરે મેઘરાજા માન્યા : ગ્રામજનો લેશે રાહતનો શ્વાસ

ચરોતરમાં આખરે મેઘરાજા માન્યા : ગ્રામજનો લેશે રાહતનો શ્વાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધા /રૂપપુરાનું ગરનાળુ તૂટવાના ભયે અમદાવાદ-ડાકોર રોડ બંધ

ખોખરાડિયા / સાંસદની ખો દ્વારા નસીબે લખાયો લપસણો માર્ગ

નડિયાદ/ બધિર વિદ્યાલય પાસે ભૂવો પડતા અકસ્માતનો ભય

ખંભાત /14 ગામમાં પશુઓની સ્થિતિ દયનીય


ખાસકરીને ખેડા જિલ્લામાં સતત ચાર દિવસ સુધી સટાસટી બોલાવ્યા બાદ વરસાદે થોડો પોરો ખાધો છે. અામ છતાં કપડવંજ, નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, ગ‌ળતેશ્વર, ઉમરેઠ, આણંદ તાલુકામાં સમયાંતરે વરસવાનું ચાલું રાખ્યું હતું. બીજી તરફ નદીઓમાં ઉપરવાસના પાણીની આવકમાં ઘટાડો થતા બચાવ ટુકડીઓએ રાહત કામગીરી પૂરજોશમાં હાથ ધરતા પૂરની વરવી વાસ્તવિક્તા સપાટી પર આવી હતી.

ખેડા અને આણંદ જિલ્લાના પૂર નિયંત્રણ કક્ષ દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ શુક્રવારે સવારે 8 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં સૌથી વધારે 91 મી.મી. જ્યારે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં સર્વાધિક 60 મી.મી., વરસાદ નોંધાયો હતો. સમયગાળા દરમિયાન નડિયાદ તાલુકામાં 71 મી.મી., માતર ・ખેડા- મહેમદાવાદ ・વસો - મહુધા તાલુકા પ્રત્યેકમાં 60 મી.મી., ગળતેશ્વરમાં 73 અને ઠાસરામાં 22 મી.મી. વરસાદ નોંધાયો હતો.

તેવી રીતે આણંદ જિલ્લામાં સવારે 8 વાગે પૂરા થતા એક દિવસ દરમિયાન ઉમરેઠ તાલુકામાં 60 મી.મી., આણંદમાં 24, બોરસદ 22, આંકલાવ 18, પેટલાદ 17, સોજિત્રા તથા તારાપુર પ્રત્યેકમાં 22 અને ખંભાત તાલુકામાં સૌથી ઓછો 2 મી.મી. વરસાદ પડ્યો હતો. અત્રે પણ ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિવસ દરમિયાન બંને જિલ્લામાં સામાન્ય ઝાપટાંને બાદ કરતા મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. ખેડા જિલ્લાના તમામ 10 તાલુકામાં 24 કલાક દરમિયાન કુલ 600 અને આણંદ જિલ્લામાં 190 મી.મી. પાણી પડ્યું હતું.

જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું કે, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ સાબરમતીમાંથી છોડાયેલાં 2 લાખ ક્યુસેક પૂરના પાણી તારાપુર અને ખંભાતના ગામડામાં ઘુસી ગયા હતા. આથી ગુરૂવારે લશ્કરની મદદ લેવાઈ હતી. પરંતુ બીજા દિવસે આણંદ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જેને પગલે સવારે દસ કલાકે આર્મીને રવાના કરાઇ હતી. હાલમાં એનડીઆરએફના 29 અને એસડીઆરએફના 39 સભ્યો તૈનાત રાખવામાં આવ્યા છે.

મહુધાના રૂપપુરાનું ગરનાળુ તુટવાના ભયે અમદાવાદ-ડાકોર રોડ બંધ કરાયો, હજારો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

કકપડવંજમાં ચાર, નડિયાદમાં ત્રણ અને ઉમરેઠમાં અઢી ઇંચ વરસાદ, સ્થાનિક વહીવટીતંત્રથી કામ પાર પડતા લશ્કરને વિદાય

સ્થિતિ કાબૂમાં | શુક્રવાર સવાર સુધી ધનાધન બેટીંગ બાદ દિવસે હળવા ઝાપટાંની હાજરી : માત્ર 15 કલાકમાં લશ્કરની વિદાય

ઠાસરા તથા ગળતેશ્વર તાલુકામાં આવેલી શેઢી, મહીસાગર નદીમાં આવેલા પુરની પરિસ્થિતિમાં બચાવ કાર્ય કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ ડાકોર ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ઉપરાંત કપડવંજમાં પણ એક ટીમ ફાળવાઇ છે. ડાકોર ખાતે ગુરૂવારની રાત્રે એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી. જેમને ઠાસરા પ્રાંત તથા ઠાસરા, ગળતેશ્વર મામલતદારના માર્ગદર્શન હેઠળ કામ કરવા જણાવામાં આવ્યું છે.

ઠાસરા, ગળતેશ્વર, કપડવંજમાં NDRF ઉતરી

અન્ય સમાચારો પણ છે...