તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ શહેર અને જિલ્લામાં ત્રણદિવસથી પુન: વાદળો છવાયા છે.અવારનવાર ઝરમરી

આણંદ શહેર અને જિલ્લામાં ત્રણદિવસથી પુન: વાદળો છવાયા છે.અવારનવાર ઝરમરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેર અને જિલ્લામાં ત્રણદિવસથી પુન: વાદળો છવાયા છે.અવારનવાર ઝરમરી વરસાદની વચ્ચે વરસાદી ઝાપટા પડે છે. પરંતુ જિલ્લામાં ખેતીને અનુકનળ આવે તેવો એકી સાથે સારો વરસાદ થયો નથી.તેમ છતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરી વરસાદ થતો હોવાથી શહેર તથા ગામડામાં માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી જીવાતોનો ઉપદ્રવ વધી જતાં શર્દી,ખાસી,તાવ તથા અન્ય બિમારીનું પ્રમાણ વધવા પામ્યું છે. આણંદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આણંદમાં 02 મીમી,ઉમરેઠમાં 11 મીમી,બોરસદમાં 01મીમી,આંકલાવમાં 31 મીમી,પેટલાદમાં 05 મીમી,સોજીત્રામાં 16મીમી,ખંભાતમાં 11મીમી અને તારાપુરમાં 04 મીમી નોંધાયો છે. બુધવારના રોજની વાત કરીએ તો વહેલી સવારે વાદળોની આવન-જાવન વચ્ચે વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો છે. જોકે સવાર 8 થી બપોરના 4 દરમ્યાન આણંદ તાલુકામાં 2 મીમી તથા પેટલાદમાં 15મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે અન્ય તાલુકામાં વરસાદે વિરામ ફરમાવ્યો હતો. સતત વરસાદી ઝાપટાના પગલે શહેરની સોસાયટી વિસ્તારોમાં તથા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ રહેતા મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. બે દિવસથી બીમારીનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી દવાખાનામાં દર્દીઓ ઉભરાઇ રહ્યા છે. સામાન્ય તાવના દર્દીઓની સંખ્યામાં પણ બે દિવસ દરમ્યાન વધારો નોંધાયો છે. રહીશોના જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ રહ્યા છે. ચોમાસા પહેલાં ગટરોની સફાઇ પણ યોગ્ય રીતે કરવામાં આવી નથી. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જામી રહી છે. તસવીર-ભાસ્કર

આણંદ પંથકમાં સતત ત્રણ દિવસથી ઝરમરી વરસાદ : આંકલાવ પંથકમાં દોઢ ઇંચ, ખંભાત અને સોજીત્રામાં અડધો ઇંચ વરસાદ

અન્ય સમાચારો પણ છે...