તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • કેડીસીસી બેંક સાથે છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધાતા ચકચાર

કેડીસીસી બેંક સાથે છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધાતા ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાજિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે અગાઉ પાંચથી લોકોએ 33 કરોડની છેતરપિંડી આચરવાના બનાવની સહી હજુ સુધી સુકાઈ નથી ત્યારે વધુ બે બનાવ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાયા છે. જેમાં કુલ પાંચ શખ્સોએ ખોટી ઓળખ અને પુરાવા રજૂ કરી બેંકમાંથી અલગ-અલગ રૂા. 25 તેમજ રૂા. 11.75 લાખની લોન લઈ વ્હીકલ ખરીદી બેંક સાથે છેતરપિંડી આચરી હતી.

અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કરમસદના રહેવાસી ગૌરવ દિનેશ પટેલે કાર લેવા માટે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાંથી રૂા. 25 લાખની લોન લીધી હતી. લોને લેવા માટે ગેરેન્ટર તરીકે ધવલ દિનેશ પુરોહિત અને અરવિંદ કેશવ પટેલ રહ્યા હતા.

જોકે, તેમણે કાર નહીં ખરીદી બનાવટી દસ્તાવેજ બેંકમાં રજૂ કરી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. રીતે બીજી તરફ, વિદ્યાનગરના રહેવાસી ભાવેશ રમેશ પટેલે ધવલ પુરોહિત અને કલ્પેશ બાબુ પટેલને ગેરેન્ટર તરીકે રાખીને બેંકમાંથી કાર ખરીદવા માટે રૂા. 11.75 લાખની લોન લીધી હતી. જોકે, તેમણે પણ કાર મેળવી છેતરપિંડી આચરી હતી. બંને ફરિયાદ બેંકના સીનિયર ઓફિસર સૌરભભાઈ ઈન્દ્રવદન મોદીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

લોન ફોર વ્હીલરમાટે લીધા બાદ ખરીદી કરાઈ નહોતી

અન્ય સમાચારો પણ છે...