તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • લશ્કરી ભરતી મેળામાં આવતા યુવકોને પ્રાથમિક સુવિધાનો અભાવ

લશ્કરી ભરતી મેળામાં આવતા યુવકોને પ્રાથમિક સુવિધાનો અભાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરમાંલશ્કરી ભરતી મેળાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાનગરમાં દિન-પ્રતિદિન હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જેમાં દિનમાં કુલ 22488 જેટલા હાજર રહેલા ઉમેદવારોમાંથી માત્ર કુલ 1080 જેટલા ઉમેદવારોની પસંદગી પામી હતી. તા.16 સુધી ચાલનારા લશ્કરી ભરતી મેળામાં હજુ પણ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો લશ્કરી ભરતી મેળામાં ઉમટી પડતાં હોય છે. જેના લીધે વિદ્યાનગર લશ્કરી ભરતી મેળામાં મળવા પાત્ર સુવિધાઓના અભાવે હાલાકીઓનો ભોગ બનવું પડતું હોવાનું યુવાનોએ જણાવ્યું હતું

આણંદ-વિદ્યાનગર ભરતી મેળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના યુવાનોનો વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેના 21 જિલ્લાના 71039 જેટલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલા લશ્કરી ભરતી મેળામાં સૌથી વધુ કહેવાય છે. અલ્પેશ પુરોહિતના જણાવ્યા પ્રમાણે લશ્કરી ભરતી મેળામાં આવતાં યુવાનોને સુવિધાઓને અભાવે જાહેર માર્ગો ઉપર સૂઈ રહેવાની ફરજ પડે છે. જે સંદર્ભે આણંદ જિલ્લા કલેકટર અને યુનિ. વાઇસ ચાન્સેલરને રજુઆત કરાઇ હતી. બુધવારે યુદ્ધના ધોરણે ગ્રાઉન્ડમાં સાફ-સફાઇ સહિતની મળવાપાત્ર સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ હતી.

લશ્કરી ભરતી મેળામાં 22488 યુવાનો સામે માત્ર 1080ની પસંદગી, મોટી સંખ્યામાં યુવાન ઉમટી પડ્યાં

અન્ય સમાચારો પણ છે...