તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand ઔપચારિક મેચમાં નાગાલેન્ડનો માત્ર 13 ઓવરમાં આસાન વિજય

ઔપચારિક મેચમાં નાગાલેન્ડનો માત્ર 13 ઓવરમાં આસાન વિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે રમાયેલ વિજય હજારે ટુર્નામેન્ટની 11માં રાઉન્ડની મેચમાં નાગાલેન્ડનો 8 વિકેટે વિજય થયો હતો. િઝોરમે ટોસ જીત્યાં બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નાગાલેન્ડના બોલર પવન સુયાલ અને નિતેષ લોચબે ખૂબ જ ધારદાર બોલિંગ કરી હતી. મેચની શરૂઆતની 30 મિનિટ સુધી એક પણ બાઉન્ટ્રી નોંધાઇ નહોતી. નાગાલેન્ડના બોલરોની બોલિંગ એટલી શાનદાર હતી, કે મિઝોરમે પૂરી ઇનિંગ્સમાં 42 ઓવરના અંતે માત્ર ચાર ચોગ્યા અને એક સિકસ ફટકારી હતી. નાગાલેન્ડ તરફથી ઝિમોમીએ પોતાની ઓફ સ્પિન બોલિંગથી 6 ઓવરમાં માત્ર 8 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. લેમ્તૂરે પણ 3 વિકેટ લીધી હતી. નાગાલેન્ડની ટીમે 101 રનના લષ્યાંકનો પીછો કરતાં કેપ્ટન જોનાથનના રૂપમાં પ્રથમ વિકેટ જલ્દી ગુમાવી હતી. બાદમાં નિતેષ લોચબે અણનમ 49 રન નોંધાવી ટીમને ટુર્નામેન્ટમાં પાંચમો વિજય અપાવ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં કુલ 242 રન નોંધાવ્યા છે.

કરણવીર કૌશલની બેવડી સદી ઉત્તરાખંડનો 199 રને વિજય
સિક્કિમે ટોસ જીતીને ઉત્તરાખંડને પ્રથમ બેટિંગ કરવાનો મૌકો આપ્યો હતો. તેમના ઓપનર્સ કરણવીર (202) અને વિનિત સકસેના (100)એ સિક્કિમનાં બોલરોને ચો-તરફ ફટકાર્યા હતા. બંનેનએ પ્રથમ વિકેટ માટે રેકોર્ડ 296 રનની ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી ઉત્તરાખંડે 50 ઓવરના અંતે 2 વિકેટે 366 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં સિક્કિમ માત્ર 166 રન જ નોંધાવી શકયુ હતું. તેનો 199 એ પરાજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...