તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ પોલીસ કર્મીઓને રજાનો પગાર ચૂકવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લામાં 1500થી વધુ પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે. તેઓને છેલ્લા 6 માસથી રજા પગાર ચૂકવવામાં આવતો નથી. જેના કારણે કારમી મોંઘવારીમાં પોલીસ કર્મીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. જિલ્લા પોલીસ કચેરીમાં કારકૂન તરીકે ફરજ બજાવતાં કર્મચારીની બેદરકારીને કારણે પોલીસ કર્મીઓને 6 માસથી રજા પગાર ચૂકવાયો નથી. તેથી નાના હોદ્દા પરના પોલીસ કર્મીઓમાં ગણગણાટ થઇ રહ્યો છે.

આણંદ જિલ્લાના પોલીસ કર્મીઓ દોઢ વર્ષ અગાઉ મહિનાની 15મી તારીખ નિયમિત રજા પગાર મળી જતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ કચેરીમાં ફરજ બજાવતાં કારકૂનોની બેદરકારીને કારણે પગાર અંગેની કામગીરી નિયમિત થતી નથી. જેના પગલે જિલ્લાના પોલીસ કર્મીઓને રજા પગાર 6 માસથી મળ્યો નથી. તેથી નાના હોદ્દા પર ફરજ બજાવતાં પોલીસ કર્મીઓ નિયમિત અને ત્રણેય ડ્યુટી કરતાં હોય છે. સ્ટાફ ઓછો હોવાથી કેટલાક પોલીસ કર્મીઓને બબ્બે દિવસ ફરજ બજાવી પડે છે. તેમ છતાં રજા પગાર ચૂકવાતો નથી. જેના કારણે પોલીસ કર્મીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. વારંવાર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ લવાતાે નથી.

સ્થાનિક પોલીસ તહેવાર હોય કે ઘરનો પ્રસંગ તમામ ઉત્સવોને છોડીને પ્રજાની સુરક્ષા અને સેવા માટે ખડેપગે રહેતા હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા તેમની દરકાર કરવામાં આવતી નથી. રજાના દિવસોનો પગાર ચૂકવી થોડીક તેમના પ્રત્યે માનની દ્રષ્ટિ બનાવી શકીયે તેમાં પણ તંત્ર ઉનું ઉતરતું જોવા મળે છે.

તહેવારાે ઉપરાંત ડબલ ડ્યૂટી કરનાર કર્મીઓ સાથે તંત્રનો અન્યાયી વ્યવહાર

માસથી ચૂકવણીમાં ગલ્લા તલ્લા

અન્ય સમાચારો પણ છે...