તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ | વી.ઝેડ. પટેલ ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | ડીઆરપટેલહાઇસ્કૂલ દાવોલમાં કન્યા કેળવણી અંતર્ગત ધો.6,9,11ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ્રસંગે કેળવણી નિરીક્ષક ધૃનેશાબેન પટેલ, સીઆરસી જયંતીભાઈ મકવાણા, આચાર્ય એ. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધો.10ના વિદ્યાર્થિની ક્રિશ્ના ગોહેલે સ્વચ્છ અભિયાનનું મહત્ય સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એસ. ડી. મકવાણાએ કર્યુ હતું.


આણંદ | વી.ઝેડ. પટેલ કોમર્સ કોલેજમાં બી.કોમ સેમેસ્ટર-4માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-17માં આયોજિત સત્રાંત પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરેલ છે. જે પૈકી યુનિવર્સિટી કક્ષાએ ટોપટેનમાં કુ.જાનકી પટેલે 8.75 જીપીએ સાથે ત્રીજુ સ્થાન, કુ. ભાવિકાબેન છાસટીયાએ 8.50 જીપીએ સાથે ચોથુ સ્થાન કુ.બિન્દુબેન પરમારે 8.25 જીપીએ સાથે છઠ્ઠુ સ્થાન, કુ. હિરલ ગાંધીએ 8.13 જીપીએ સાથે સાતમું સ્થાન મેળવેલ છે.

ડીઆરપટેલ હાઇસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

બોટાદ | બોટાદએટીવીટી સૈન્ટરમાં કોમ્પ્યુટર અને સ્ટાફ વધારવા લોક માંગ બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત તાલુકા સેવા સદન ખાતેના એટીવીટી સેન્ટરમાં ચાલતી લાલીયાવાડીથી આમ જનતા પરેશાન. અહી આવકના દાખલા અને ક્રિમીલેયર સર્ટિ કઢાવવા આવતા વિદ્યાર્થી અને વાલીઓને રોજેરોજ ધરમના ધક્કા ખાવા પડે છે. બહાર ગામથી આવતા લોકોને સમય અને નાણાને વ્યય થાય છે. છતા પણ સમયસર કામ નહિ થતા લોકોમાં કચવાટ પેદા થયેલ છે.

રાણપુર | રાણપુરનાજાળીલા ગામે તા.૬/૬/૧૭ના સવારના સમયે વલ્લભભાઇ સોલંકીની મંદબુધ્ધીની બહેરી-મુંગી પુત્રી ધરે એકલી હોય એકલતાનો લાભ લઇ તેની સાથે હીતેષ સોલંકી દલીત યુવાન યુવતીના ઘરમા ઘુસી શારીરીક અડપલા કરતા યુવતીના પીતાને તેની જાણ થતા રાણપુર પોલીસ સ્ટેશનમા ગુનો નોધાયો હતો ગુનાની તપાસ કરનાર એ.એસ.આઇ. આર.આર.ખેરે ગુનાનો આરોપી હીતેષ સોલંકીને ઝડપી પાડી પાડ્યો હતો.

બોટાદ ATVT સેન્ટરની લાલીયાવાડીથી પ્રજા પરેશાન

યુવતીને અડપલા કરનાર યુવક ઝડપાયો

કરમસદ ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખુલ્લુ મુકાયું

વીઝેડપટેલ કોમર્સ કોલેજનું ઉજ્જવળ પરિણામ

બોટાદ | વિધાનસભાનીચૂંટણી અંગે કોંગ્રેસપક્ષમાંથી દાવેદારી કરવા માટે બુથ દીઠ 15 સભ્યની નોંધણી કરવા તેમજ ગઢડાના ઉગામેડી ગામે ભાવનગર લોકસભાનાં પ્રભારી અને અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા બુથ સમિતિના સભ્યોને માર્ગ દર્શન અપાયુ હતું.

ઉગામેડી ગામે બુથ સશક્તિ કરણ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...