• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • ચારુસેટના વિદ્યાર્થીની યુનિ. ઑફ જ્યોર્જિયામાં ઈન્ટર્નશીપ સંપન્ન

ચારુસેટના વિદ્યાર્થીની યુનિ. ઑફ જ્યોર્જિયામાં ઈન્ટર્નશીપ સંપન્ન

ચિંતને સાયનોટ્રેકર ટીમ સાથે કામ કર્યું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
ચારુસેટના વિદ્યાર્થીની યુનિ. ઑફ જ્યોર્જિયામાં ઈન્ટર્નશીપ સંપન્ન
ચાંગા સ્થિત ચંદુભાઈ એસ પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજીની કમ્પ્યુટર એન્જીનિયરિંગ શાખામાં છટ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ચિંતન મણિયારે શિક્ષણની સાથે સાથે સંશોધન કરી ચારુસેટ યુનિવર્સિટીને ગૌરવાન્વિત કરી છે.

સંબંધિત વિષય પર સઘન સંશોધન અને ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલ રિસર્ચ પ્રપોઝલ યુનિવર્સિટી દ્વારા પસંદ કરાયા બાદ, જીઓગ્રાફી વિભાગના ટોચના વિષય તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓના લેવાયેલ વ્યક્તિગત સ્કાઈપ ઈન્ટરવ્યૂમાં ચકાસણી બાદ યુનિવર્સિટી ઑફ જ્યોર્જિયા દ્વારા સંશોધનકાર્ય માટે ચિંતનની પસંદગી કરી યુએસએની યુનિવર્સિટી ઑફ જ્યોર્જિયામાં જ્યોગ્રાફી વિભાગમાં આઠ અઠવાડિયાની સંપૂર્ણ સ્કોલરશીપ સાથેની સમર ઈન્ટર્નશીપમાં ચિંતને સાયનોટ્રેકર ટીમ સાથે કામ કર્યું અને ભારત તેમજ અન્ય સાઉથ એશિયન દેશોમાં સાયનોબેક્ટેરિયાથી ઉપદ્રવતા જળાશયો પર અભ્યાસ કર્યો. જ્યોર્જિયા યુનિ.ના ડો. દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળ ઈન્ટર્નશીપ પૂર્ણ કરી હતી.

X
ચારુસેટના વિદ્યાર્થીની યુનિ. ઑફ જ્યોર્જિયામાં ઈન્ટર્નશીપ સંપન્ન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App