• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સમાધાન નહીં કરે તો મારી નાંખીશ કહી મહિલાને મારી

સમાધાન નહીં કરે તો મારી નાંખીશ કહી મહિલાને મારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના પીપીળી ગામે અગાઉના કોર્ટ કેસ સંદર્ભે સમાધાન કરવાના મામલે સાત શખ્સોએ બે મહિલાને માર મારતા સમગ્ર મામલો ભાદરણ પોલીસ મથકે પહોંચ્યો હતો.

બોરસદ તાલુકાના પીપળી ટાંકીવાળા ફળિયામાં મીનાબેન રમેશભાઈ પરમાર રહે છે. તેઓ ઘરકામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે આઠ કલાકે તેઓ પોતાના ઘરે હાજર હતા. દરમિયાન એ સમયે તેમના ઘરે કૌશિક રાજેશ મકવાણા, રાજેશ બાબુ મકવાણા અને મહેશ બાબુ મકવાણા આવી પહોંચ્યા હતા. અને તમે યુવતીને ભગાડી જવાનો જે કેસ ચાલી રહ્યો છે તે કેસનું કોર્ટમાં કેમ સમાધાન કરતા નથી કહી અપશબ્દ બોલ્યા હતા. તેમનું ઉપરાણું લઈ કૃણાલ રાજેશ મકવાણા, ભયલુ ભાઈલાલ જાદવ, સંજય સામંત જાદવ, અને સન્ની ચંદુ જાદવ આવી મારી નાંખવાની ધમકી આપી કમળાબેનને માર માર્યો હતો. આ મામલે ભાદરણ પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...