• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • દીકરાના પહેલા પગારમાંથી ચૂલાના બદલે ગેસ પ્રગટ્યો અને ત્યાં જ હત્યામાં કૂળદીપક બૂજાયો

દીકરાના પહેલા પગારમાંથી ચૂલાના બદલે ગેસ પ્રગટ્યો અને ત્યાં જ હત્યામાં કૂળદીપક બૂજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં ગણેશ ચોકડી સ્થિત મહર્ષિ એપાર્ટમેન્ટમાં કૂતરાંના લે-વેચ બાબતે એક શખ્સે ઈજનેર યુવકની હત્યા કરી નાંખી હતી. આ બનાવમાં આણંદ શહેર પોલીસે બુધવારે ઈસમની ધરપકડ કરી હતી. તેને રિમાન્ડ માટે આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મૃતક યુવક મનન ગુણવંતભાઈ અને જાગૃતિબેનનો એકનો એક પુત્ર હતો. તે કરમસદ ખાતે રહેતા ચેતનભાઈ પટેલને ત્યાં વેબસાઈટ બનાવવા માટે ચાર મહિના અગાઉ જ લાગ્યો હતો. તેના નોકરી પર લાગ્યા બાદ તેણે તેના ઘરમાં ચુલ્હાનો વપરાશ કરતી તેની માતાને તેણે ગેસ સગડી અપાવી હતી. મહર્ષિ એપાર્ટેમેન્ટમાં તે સોમવારે બપોરે ચાર કલાકે વેચેલો કૂતરો પાછો આપી અર્જુન પટેલ પાસેથી બાકી રહેલાં પૈસા પાછા લેવા ગયો હતો. જોકે, એ દરમિયાન મનન સાથે ઝઘડો થયો હતો. જેમાં અર્જુન પટેલે બરફ તોડવાનો સોયો તેના શરીરના ભાગે ભોંકી દેતાં તેનું મોત નીપજ્યું હતું. મંગળવારે સાંજે મૃતકની અંત્તિમયાત્રા નીકળી હતી. જેમાં ગ્રામજનોએ હાજરી આપી હતી. યુવકના અકાળે મોતથી પરિવારજનો શોકાતુર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...