S.P યુનિ.માં હજુ 50 ટકા બેઠક ખાલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીમાં હજુ પણ 50 ટકા બેઠક ખાલી છે.યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અંડર ગ્રેજ્યુએટમાં કુલ 30270 ની જગ્યા સામે હજુ માત્ર 14228 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. સૌથી વધુ સાયન્સ સ્ટ્રીમમાં 4537, આર્ટસ સ્ટ્રીમમાં 4153, અને કોમર્સમાં 3626 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. એ જ રીતે બીજી તરફ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં 13268ની સંખ્યા સામે 7281 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. હજુ આગામી 13 જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. એ પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...