• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • જિલ્લા તા.પં.માં આગામી 21મી પ્રમુખ ઉ.પ્રમુખની મુદત પૂર્ણ: ચૂંટણી યોજાશે

જિલ્લા-તા.પં.માં આગામી 21મી પ્રમુખ- ઉ.પ્રમુખની મુદત પૂર્ણ: ચૂંટણી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લા પંચાયત સહિત સાત તાલુકા પંચાયતોમાં કોગ્રેસનું શાસન છે. એક માત્ર ખંભાત તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે.જિલ્લા પંચાયતમાં કોગ્રેસની સ્પષ્ટ

બહુમતી હોવાથી સત્તા જળવાઇ રહે છે. પરંતુ તાલુકા પંચાયતોમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપ તોડ જોડની નિતિ અપનાવી સભ્યોને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો આદર્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ધ્યાને લઇ કોગ્રેસમાં સત્તા જળાવઇ રહે તે માટે સક્રિય બની છે. જો કે આવખતે ગ્રામ્ય વિસ્તારમાં કોગ્રેસનું પ્રભુત્તવ યથાવત રહે તે માટે જિલ્લા અને તાલુકા પંચાયતો ગ્રામ્ય વિસ્તારમાં પ્રભુત્તવ જમાવતા સભ્યોને પ્રમુખ ઉપ પ્રમુખને તાજ સોંપે તેવા એઘાણ સર્જાઇ રહ્યા છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેની સાથે જિલ્લા અને તાલુકા કક્ષાએ સભ્યોની બેઠક યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે કેટલાક સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ પદ્દ મેળવવા માટે મોહું઼ડી મંડળથી પ્રદેશ પ્રમુખ સુધી લોબિંગ શરૂ કરી દીધું છે. જેને લઇને હાલતો જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...