• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મોગરના પ્લાન્ટમાં 12 ફૂટથી પટકાતા શ્રમજીવીનું મોત

મોગરના પ્લાન્ટમાં 12 ફૂટથી પટકાતા શ્રમજીવીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેર સ્થિત મોગર ગામમાં આવેલા એક પ્લાન્ટમાં કામ કરી રહેલા શ્રમજીવીનો પગ લપસતાં 12 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદ રેલવે સ્ટેશન પાસે 47 વર્ષીય વિઠ્ઠલભાઈ મૂળજીભાઈ પરમાર રહે છે. તેઓ મોગર સ્થિત નેશનલ હાઈવે નં. 8 પર આવેલા એક પ્લાન્ટમાં ફરજ બજાવે છે. રવિવારે રાત્રે તેઓ નાઈટ શિફ્ટ હોઈ રાબેતા મુજબ કામ પર ગયા હતા. રાત્રિના બે કલાકે તેઓ પાવડરની ગુણ 12 ફૂટની ઊંચાઈ પર ઊભા રહીને ઈલેક્ટ્રીક મશીન વડે ચઢાવતા હતા. દરમિયાન એ સમયે તેમનો પગ આકસ્મિક રીતે પાટીયા પરથી લપસી જતાં તેઓ ધડાકાભેર નીચે પટકાયા હતા. જેની જાણ આસપાસના શ્રમિકોને થતાં તેઓ તુરંત જ દોડી આવ્યા હતા. તેમણે તુરંત જ 108 એમ્બ્યુલન્સને બનાવની જાણ કરી હતી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

કલોલીમાં વીજ કરંટ લાગતા યુવક ધાબા પરથી પટકાયો : મોત
નડિયાદ | ખેડા તાલુકાના કલોલી ગામે વિજ કરંટ લાગ્યા બાદ ધાબા ઉપરથી નીચે પટકાયેલા યુવકનું મોત નીપ,જ્યું હતું. આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડાના કલોલી ગામે રહેતા ભરતભાઇ રોહિતભાઇ સોલંકી (ઉ.વ.25) શનિવારના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે હોલ્ડરમાં પંખાની પીન લગાવી, સ્વિચ ચાલુ કરી, પ્લગનો બીજો છેડો પકડી, પંખો લઇ ધાબા ઉપર જઇ રહ્યા હતા ત્યારે પીનને જમણા હાથનો અંગુઠો અડી જતાં ભરતભાઇને વિજ કરંટ લાગતાં તેઓએ સંતુલન ગુમાવતાં તેઓ ધાબા પરથી નીચે પટકાયા હતા. જેમાં માથાના અને શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે દિનેશભાઇ ઇશ્વરભાઇ સોલંકીએ ખેડા ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...