Home » Madhya Gujarat » Latest News » Anand » Anand - માઉન્ટ આબુ ખાતે 8 થી 13 વર્ષનાં બાળકો માટે એડવેન્ચર કોર્સ યોજાશે

માઉન્ટ આબુ ખાતે 8 થી 13 વર્ષનાં બાળકો માટે એડવેન્ચર કોર્સ યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:02 AM

30 સપ્ટે. સુધીમાં ફોર્મ મોકલી આપવા

  • Anand - માઉન્ટ આબુ ખાતે 8 થી 13 વર્ષનાં બાળકો માટે એડવેન્ચર કોર્સ યોજાશે
    રાજયના અનુસૂચિત જનજાતિના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શકિત ખીલવે તે હેતુથી રાજય સરકારના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા માઉન્ટ આબુ ખાતે સાત દિવસનો એડવેન્ચર કોર્ષ યોજાનાર છે.

    આ કોર્ષમાં રાજયમાંથી પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે. આ એડવેન્ચર કોર્ષમાં ભાગ લેવા ઇચ્છતા અનુસૂચિત જનજાતિના બાળકોએ અરજી www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી આધાર-પુરાવા સાથે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-ર, એસ-૨૧, બીજો માળ, જોરાવર પેલેલસ કંપાઉન્ડ, પાલનપુર, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.ઇ-મેલ dsobanaskantha06@gmail.com ઉપર સંપર્ક કરવાથી મળી શકશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ