• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - આજે આણંદ શાસ્ત્રી મેદાનમાં જી-7 ટુર્નામેન્ટની સેમી ફાઇનલ

આજે આણંદ શાસ્ત્રી મેદાનમાં જી-7 ટુર્નામેન્ટની સેમી ફાઇનલ

પાર્થિવ પટેલ, રોબીન ઉત્થપ્પા, યુસુફ પઠાણ હાજર રહેશે

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:02 AM
Anand - આજે આણંદ શાસ્ત્રી મેદાનમાં જી-7 ટુર્નામેન્ટની સેમી ફાઇનલ
ગુજરાત ક્રિકેટ એશોસીએશન આયોજીત જી-7 વન-ડે ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં રાજયના જુદી જુદી ટીમો ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ આણંદ શાસ્ત્રી મેદાન ખાતે બરોડા -સૌરાષ્ટ્ર વચ્ચે 13મી સપ્ટેમ્બરના રોજ રમાનાર છે. જેમાં પાર્થિવ પટેલ, રોબીન ઉત્થપ્પા, યુસુફ પઠાણ, શેલ્ડન જેકસન ,અંતિ બારોટ જેવા સ્ટાર ખેલાડીઓ રમનાર છે.આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 14મી સપ્ટેમ્બરે રમાશે.

આણંદ ડીસ્ટ્રીકટ ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ વિજય પટેલ જણાવ્યું હતું કે, શાસ્ત્રી મેદાન પર અધતન ડ્રેસીંગ રૂમ, એરકન્ડીશન કોમેેન્ટ્રી બોક્ષ, વિશાલ સ્કોર બોર્ડ, બે એસ્ટ્રોટફ વિકેટ,નવો પ્રેકટીસ એરીયા, લાઇવ વિડીઓ કેમેરા સીસ્ટમ તેમજ ખેલાડીઓ માટે અલાઇદી વ્યવસ્થા પણ ઉભી કરેલી છે. આ ઉપરાંત આ મેદાન પર 19મી સપ્ટેમ્બરથી વિજય હજારે ટ્રોફીની ટુર્નામેન્ટનો પ્રારંભ થઇ રહ્યો છે.જેમાં બિહાર, નાગાલેન્ડ, ઉતરાખંડ, મણીપૂર, મીઝોરમ, અરૂણાચલ ,પોડીંચેરી, મેઘાલય, સિકકીમ જેવી ટીમો વચ્ચે 15 દિવસસુધી મેચો રમાનાર છે.ટુર્નામેન્ટના કો. ઓર્ડીનેટર ડૉ શૈલેષ શાહે જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે વિશ્વાસભાઇ, માઇકલભાઇ, સુંદર્શન, કલ્પેશ, મનન જેવા ક્રિકેટપ્રેમીઓ હાજર રહીને સંચાલન કરનાર છે.આ ટુર્નામેન્ટ નિહાળવા માટે ગુજરાત ક્રિકેટ એશોસીએશનના હોદેદારો અને બીસીસીઆઇના સિલેકટરો હાજર રહેશે,વિજય હજારે ટ્રોફીમાં પ્રજ્ઞાન ઓઝા, અભિષેક નાયર હાજર રહેશે

X
Anand - આજે આણંદ શાસ્ત્રી મેદાનમાં જી-7 ટુર્નામેન્ટની સેમી ફાઇનલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App