સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 25169 અરજીઓનો નિકાલ

Anand - સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 25169 અરજીઓનો નિકાલ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:02 AM IST
આણંદ : જિલ્લાના પેટલાદ, આણંદ, ખંભાત, ઉમરેઠ, આંકલાવ, સોજિત્રા અને બોરસદ એમ સાત તાલુકાના ૪૩ ગામોના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં હજારો નાગરિકોએ હાજર રહીને તેમની રજૂઆતો કરી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વિવિધ વ્યકિતલક્ષી સહાય યોજનાઓની ૨૫,૧૬૯ જેટલી રજૂઆતો કરવામાં આવી હતી.જે તમામ અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરી સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી હતી.આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોનો નિકાલ થવાની સાથે વિવિધ યોજનાઓની જાણકારી મળી હોવાથી નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

X
Anand - સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત 25169 અરજીઓનો નિકાલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી