આણંદમાં પાણીના છાંટા ઉડવા બાબતે ત્રણને માર માર્યો

આણંદ | આણંદમાં પાણીના છાંટા ઉડવા બાબતે ચાર શખ્સોએ રીક્ષાચાલક તેમજ તેની સાથે રહેલી બે મહિલાને પાણીના છાંટા ઉડવા...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:02 AM
Anand - આણંદમાં પાણીના છાંટા ઉડવા બાબતે ત્રણને માર માર્યો
આણંદ | આણંદમાં પાણીના છાંટા ઉડવા બાબતે ચાર શખ્સોએ રીક્ષાચાલક તેમજ તેની સાથે રહેલી બે મહિલાને પાણીના છાંટા ઉડવા બાબતે માર માર્યો હતો.

આણંદ શહેરના ઠાકોરજી નગરમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા યોગેશભઈ મફતભાઈ સરગરા રાત્રિના સુમારે ઘર પાસેથી પસાર થતા હતા. દરમિયાન એ સમયે ઠાકોરજી નગરમાં જ રહેતા અમિત વસાવાએ તેમને અટકાવી મારી પર છાંટા કેમ ઉડાડ્યા તે બાબતને લઈને ઝઘડો કર્યો હતો. ઝઘડામાં અમિત વસાવાનું ઉપરાણું લઈને અશોક વસાવા, ગવા વસાવા અને અજય વસાવા આવી ચઢ્યા હતા. અને તેમણે પણ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલી બે મહિલા સહિત યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે આણંદ શહેર પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Anand - આણંદમાં પાણીના છાંટા ઉડવા બાબતે ત્રણને માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App