તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand શ્રીકૃષ્ણના પાત્ર થકી વિદ્યાર્થીએ ગંદા રાજકરણને વખોડ્યું

શ્રીકૃષ્ણના પાત્ર થકી વિદ્યાર્થીએ ગંદા રાજકરણને વખોડ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદાર પટેલ યુનિ.માં યુથ ફેસ્ટિવલના બીજા દિવસે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ દિવસે સ્કિટ, રંગોળી સ્પર્ધા, માટેકલા, ડિબેટ, મિમિક્રી, વેસ્ટર્ન સોન્ગની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા - કુશળતાનું સુંદર રીતે પ્રદર્શન કર્યું.તેમજ શ્રી બી.એન.પટેલ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આજનાં ગંદા રાજકારણને વખોડતું દૃશ્ય ભજવ્યું હતું. જયારે કથક નૃત્યપર રંજના પંડયાએ સૌને મંત્રમૃગ્ધ કર્યા હતા

આ ઉપરાંત ઈલસાસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાદુગરના ખેલ દ્વારા આજના જમાનાની હકીકતો ચત્તી કરવામાં આવી હતી. અન્ય એક \\\'તાંડવઃ \\\' નામની પેશકશ પર પણ લોકોએ ખૂબ તાળીઓ વગાડી હતી. જ્ઞાનોદય પરીક્ષા ભવન ખાતે \\\'ડીબૅટ\\\' યોજાઈ હતી. તેનો વિષય હતો - \\\'આજની ભારતીય શિક્ષણ પ્રણાલી\\\'. તેમાં કેટલાંક સ્પર્ધકો વિરોધમાં બોલ્યા હતા, તો ઘણાં ખરાં સિસ્ટમની તરફેણમાં પોતાના વિચારો રજૂ કર્યા હતાં. એમ.પી.પટેલ ઓડિટોરિયમમાં સવારે વેસ્ટર્ન સોન્ગ અને બપોર બાદ કલાસિકલ ડાન્સનું આયોજન થયું હતું. આવતી કાલે યુથ ફેસ્ટિવલનો આખરિ દિવસ છે. જેનું મુખ્ય આકર્ષણ ફોક ડાન્સ અને આદિવાસી નૃત્ય હશે.

દ્વિતીય દિવસે સ્કિટ, રંગોળી સ્પર્ધા, માટેકલા, ડિબેટ, મિમિક્રી, વેસ્ટર્ન સોન્ગની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા - કુશળતાનું સુંદર રીતે પ્રદર્શન કર્યું
અન્ય સમાચારો પણ છે...