આણંદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા

રાજપૂત કરણી સેનાના અધ્યક્ષનું સન્માન કરાયું

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:02 AM
Anand - આણંદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા
કાશીમરના લાલાચોકમાં જઇને હિમતભેર આતંકવાદીઓની વચ્ચે ભારતનો ત્રિરંગો લહેરાવનાર રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી મંગળવારે પ્રથમવખત આણંદ શહેરમાં આવતાં આણંદ સમગ્ર ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા સ્વાગત કરી ત્રિરંગા સ્વાભિમાનયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાનગર પ્રગતિમંડળ ખાતે આણંદ રાજપુત યુવા સંગઠનના પ્રમુખ દક્ષિતસિંહ પરમાર,ઉપપ્રમુખ જીતભા રાજ, અમરસિંહ અને સેનેટ સભ્ય કમલેશસિંહ ડાબીએ તેઓનું સ્વાગત કર્યુ હતું. ત્રિરંગાયાત્રા ટાઉનહોલથી નીકળીને બીગબજાર, મોતીકાકાની ચાલી, ભાઇકાકા સ્ટેચ્યુ થઇને નાના બજાર શહિદ સ્મારક ખાતે પહોંચી હતી. જયાં કરણી સેનાના પદાધિકારીઓએ શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાજંલી અર્પી હતી.

આણંદ સમગ્ર ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા સ્વાગત કરી ત્રિરંગા સ્વાભિમાનયાત્રા યોજવામાં આવી હતી.

X
Anand - આણંદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App